આ તારીખથી સતત ચાર દિવસ બેંકો રહેશે બંધ- અગત્યનું કામ જલ્દી જ પતાવી દો

બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો આજે જ પતાવી દો. કારણ કે આવતીકાલથી એટલે કે, શનિવારથી સતત ચાર દિવસ સુધી બેંક(Bank)ના કામકાજને અસર થશે. ખરેખર, આવતા શનિવાર અને રવિવારે બેંકમાં(Weekly Closing Day) રજા છે. આ પછી આગામી સોમવાર અને મંગળવારે બેંક કર્મચારીઓ હડતાળ(Bank Strike) પર જવાના છે. આ લોકો કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં હડતાળ પર જઈ રહ્યા છે.

બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે:
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, બેંક યુનિયનની હડતાળને કારણે 28 માર્ચ અને 29 માર્ચે બેંકના કામ પર અસર પડશે. તમને જણાવી દઈએ કે, આ હડતાલ ખાનગીકરણના વિરોધમાં કરવામાં આવી રહી છે. SBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું કે આ સમય દરમિયાન ગ્રાહકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

એટીએમમાંથી રોકડ ઉપાડવામાં પણ સમસ્યા થશે:
બેંક અધિકારીઓનું કહેવું છે કે જો આ ચાર દિવસ બેંકમાં કોઈ કામ નહીં થાય તો બેંકના ATM પણ ખાલી થઈ શકે છે. તેમનું કહેવું છે કે મહાનગરો અને મોટા શહેરોમાં, જ્યાં તૃતીય પક્ષો રોકડ ભરે છે, ત્યાં કોઈ સમસ્યા નહીં હોય. પરંતુ જે એટીએમમાં ​​બેંકનો સ્ટાફ કેશ ભરવાનું કામ કરે છે ત્યાં રોકડ ખતમ થઈ શકે છે.

બેંકોના ખાનગીકરણ સામે હડતાળ પાડવામાં આવશે:
નોંધપાત્ર રીતે, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળમાં બેંક કર્મચારીઓ ભાગ લેશે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ હડતાળ બોલાવવામાં આવી છે. જો કે, બેંકોએ ખાતરી આપી છે કે હડતાલ દરમિયાન કામને અસર ન થાય તે માટે અમે જરૂરી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *