વાહ શું દારૂબંધી છે! વડોદરામાં કોંગ્રેસે કરી જનતા રેડ, મહિલાઓ તપેલામાંથી દેશી દારૂની પોટલી ભરતી ઝડપાઈ

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં દારૂબંધીના ધજાગરા ઉડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સવારે જાહેર રોડ પર દારૂની બોટલ સાથે એક યુવકે હંગામો મચાવ્યો હોવાનો વીડિયો વાયરલ(Viral…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં દારૂબંધીના ધજાગરા ઉડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સવારે જાહેર રોડ પર દારૂની બોટલ સાથે એક યુવકે હંગામો મચાવ્યો હોવાનો વીડિયો વાયરલ(Viral videos) થયો હતો. મોડી સાંજે યુથ કોંગ્રેસ(Youth Congress)ના કાર્યકરોએ ગોરવા(Gorwa) વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જનતા રેડની ઘટના ફેસબુક પર લાઈવ(Facebook Live) પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ કમિશનરને ‘જનતા રેડ’ની આપી હતી ચીમકી:
શહેરના ગોરવા વિસ્તારમાં પંચવટી પાસે ગઈકાલે મોડી સાંજે યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. એક મહિના પહેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ કમિશનર શમશેરસિંગને મળીને રજૂઆત કરી હતી. જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ કરશે.

મળતી માહિતી અનુસાર, ગોરવા પંચવટી કેનાલની નજીકમાં ગોરવા ઉંડેરા રોડ ખાતે સોફિયા સ્કૂલની પાસે જ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા. કેટલીક મહિલાઓ પીપડામાંથી મોટા તપેલામાં દેશી દારૂ કાઢી પ્લાસ્ટિકની પોટલી ભરતી રંગેહાથ ઝડપી પાડવામાં આવી હતી. એક બારીમાંથી દેશી દારૂની પોટલીઓનું પણ વેચાણ થઇ રહ્યું હતું. જ્યાં દારૂ પીવા માટે આવેલા શખ્સો જનતા રેડ થતાંની સાથે જ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.

જનતા રેડનું ફેસબુક લાઇવ કરવામાં આવ્યું:
યુવા કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલી જનતા રેડનું  ફેસબુક પર લાઇવ કરવામાં આવ્યું હતું. જેમાં દેશી દારૂ વેચતી મહિલાઓ નજરે ચડી રહી છે. તેમજ રેડ દરમિયાન પોલીસને પણ ઘટનાસ્થળે બોલવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *