BAPS સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન સમગ્ર દેશમાં જોરશોરમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત BAPS સંસ્થા દ્વારા વિવિધ અલગ-અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો તેમજ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે.
વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં બાળકો અલગ અલગ શહેરમાં અને જુદા-જુદા વિસ્તારોમાં ફરીને વ્યસન છોડવા માટે સમજાવી રહ્યા છે.
પોલીસ સ્ટેશન હોય કે ફેક્ટરી હોય કે બગીચા કે હીરાના કારખાના આ બાળકો વ્યસન અંગેની સમજ આપીને વ્યસનથી મુક્ત રહેવા અપીલ કરી રહ્યા છે.
આ બાળકો દરેક જગ્યાએ લોકોને મળે છે અને પ્રમુખસ્વામી મહારાજની વાત કરતા કહે છે કે, સુખી રહેવું હોય તો વ્યસનથી દૂર રહો વ્યસન તમને શારીરિક અને આર્થિક રીતે નુકસાન કરે છે આ વાત તેઓ લોકોને સમજાવે છે અને ભગવાનની સાક્ષીએ નિયમ પણ લેવડાવે છે કે હવે પછી તેઓ કોઈપણ પ્રકારનું વ્યસન નહીં કરે.
પ્રમુખસ્વામી મહારાજે તેમના સમયમાં હજારો-લાખોની સંખ્યામાં લોકોને વ્યસનથી મુક્ત કર્યા હતા. જે માર્ગને અનુસરીને આજે નાના-નાના ભૂલકાઓ, મોટા લોકોને વ્યસનથી દૂર રહેવા માટેની અપીલ કરી રહ્યા છે.
ખૂબ જ હૃદયસ્પર્શી રીતે આ બાળકો ઉનાળાના આકરા તાપમાં જુદા જુદા વિસ્તારોમાં પહોંચીને વ્યસન છોડવા માટે સહજભાવથી અને પ્રેમથી નમ્ર અપીલ કરી રહ્યા છે.
અત્યાર સુધી આ નાના-નાના ભૂલકાઓએ લાખો લોકોને વ્યસન મુક્તિની અપીલ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજના વ્યસન મુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવા BAPSનો આ પ્રયાસ ખુબ પ્રશંસનીય છે.
સાથે આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની અલગ અલગ ટીમો દ્વારા લોકોને વ્યસનથી મુક્ત કરવા માટે સમજ આપવાની સેવા શરૂ રાખવામાં આવશે.
સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં પધારવા લોકોને આમંત્રણ પણ આપી રહ્યા છે. આ વ્યસન મુક્તિ અભિયાનમાં લોકોએ ભારે ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.