હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકોના 67.79 લાખ ચબુ મારનાર ઠગ દિલ્હીથી ઝડપાયો

સુરત(surat): છેતરપીંડી (Fraud)ના કિસ્સાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. એવામાં વધુ એક કિસ્સો સામે સુરત (Surat)માંથી સામે આવ્યો છે. અહી, હજીરા-ઘોઘા રો-રો ફેરી(Hazira-Ghogha…

સુરત(surat): છેતરપીંડી (Fraud)ના કિસ્સાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. એવામાં વધુ એક કિસ્સો સામે સુરત (Surat)માંથી સામે આવ્યો છે. અહી, હજીરા-ઘોઘા રો-રો ફેરી(Hazira-Ghogha row-row ferry) કંપનીના સંચાલકો સાથે રૂપિયા 67.79 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં ભેજાબાજની દિલ્હી(Delhi) ખાતેથી સુરત સાયબર સેલ(Cyber cell) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ભેજાબાજ દ્વારા કોચીન શીપયાર્ડ કંપની (Cochin Shipyard Company)ના નામનું ફેક ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યું હતું. ફેક આઇડીમાંથી કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઈલ આવતા હતા. તે ફોર્મેટમાં મેઈલ મોકલી ઠગાઈ આચરવામાં આવતી હતી.

મેઈલથી પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી હતી:
ધોરણ દસ નાપાસ ભેજાબાજે સુરતની ડિટોકસ ગ્રુપ કંપની જોડે 67.79 લાખની છેતરપિંડી આચરી હતી. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં આવેલ ડિટોકસ ગૃપ નામની કંપની હજીરા-ઘોઘા રો-રો ફેરી ચલાવે છે.જ્યાં નવા ખરીદાયેલા શિપનો રીપેરીંગ અને રીફબીર્સમેન્ટનો કોન્ટ્રાકટ મુંબઈની જે કંપનીને આપવામાં આવ્યો છે. તેથી આ ભેજાબાજે ફેક આઇડી વડે ફોર્મેટમાં કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 67.79 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી.

ફરિયાદ નોધાઈ હતી:
છેતરપિંડીનો ભોગ બનેલા ડિટોકસ કંપનીના સંચાલકો દ્વારા સુરત સાયબર શેલમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021 માં જાપાનની કંપની પાસેથી ડિટોકસ ગ્રુપ દ્વારા નવુ વોયેઝ એક્સપ્રેસ શિપ ઈમ્પોર્ટ કરાયું હતું. જે કંપનીને મેન્ટેન્સ સહિતનું પેમેન્ટ ચૂકવવાનું બાકી હતી. અગાઉ કંપની દ્વારા ઇ-મેઈલ મારફતે પેમેન્ટ માટે રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. પરંતુ જે તે સમયે પેમેન્ટ કરાયું નહોતું.

જ્યાં બાદમાં ફરી તેજ ઇમેઇલ આઈડી પરથી મેઈલ આવતા પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું. જો કે બાદમાં ખબર પડી હતી કે, કંપનીને પેમેન્ટ તો થયું જ નથી. જેથી કોઈ ભેજાબાજે કંપનીના હૂબહૂ ફેક ઇમેઇલ આઈડી પરથી પેમેન્ટ રિકવેસ્ટ મોકલી રૂપિયા 67.79 લાખ જેટલી રકમ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ રીતે ભેજાબાજે છેતરપીંડી આચરી હતી. આ પછી ફરિયાદના આધારે પોલીસે દિલ્હી ખાતેથી ભેજાબાજ શુભમ રામસ્વરૂપ રામપ્રસાદ ગૌતમની ધરપકડ કરી છે.

આઈડી હેક કરાયાની આશંકા:
આરોપી હાલ એમેઝોન નામની કંપનીમાં ડીલેવરીમેન તરીકેની નોકરી કરે છે. જોકે હજીરા ઘોઘા રો-રો ફેરી કંપની જોડે બનેલી છેતરપિંડી કેસમાં અન્ય વ્યક્તિઓની પણ સંડોવણી હોવાની શકયતા રહેલી છે. કંપનીનું email id હેક કરી આ છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા રહેલી છે. જ્યારે કંપનીના જ કોઈ માણસ દ્વારા આરોપીને ટિપ્સ આપી હોઈ શકે છે જે અંગેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આરોપી પાસેથી લાખોની રકમ રિકવર કરવા અંગે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *