સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારું કાળજું કંપી ઉઠશે.
જોવા જઈએ તો તાજેતરમાં જ પાકિસ્તાનના લાહોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીમાં એક ટિકટોકર છોકરી સાથે દુર્વ્યવહાર થતો જોવા મળી રહ્યો છે. હાલમાં આ વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે, 400 કરતા પણ વધારે લોકો મિનાર એ પાકિસ્તાન નજીક એક ટિકટોકર છોકરી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તે લોકોએ આ ટિકટોકર છોકરીને જબરદસ્તી ઊંચકી લીધી હતી. હાજર તમામ લોકો હેવાનિયતની તમામ હદો પાર કરી રહ્યા હતા અને સાથે તેમણે આ છોકરીના કપડા પણ ફાડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
પાકિસ્તાનના લાહોરની આ ઘટના બાદ પોલીસે પોતાની તપાસ શરૂ કરી હતી. આ મામલે સેંકડો લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ છોકરી ટિકટોક વિડીયો બનાવે છે અને પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાહોર સ્થિત મિનાર-એ-પાકિસ્તાન ખાતે છ જેટલા લોકો સાથે તે ગ્રેટર ઇકબાલ પાર્કમાં વિડીયો શુટ કરવા પહોચ્યા હતા. ત્યારે તેની સાથે આ ગંભીર ઘટના બની હતી.
લાહોરના લોરી અડ્ડા પોલીસ સ્ટેશનમાં છોકરી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે અને તેના સાથીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટોળાએ તેને ઉપાડી લીધી હતી અને તેને છોડાવવાની વિનંતી કરવા છતાં તેને ઉછાળતા રહ્યા અને તે ટિકટોકર છોકરીના કપડા પણ ફાડી નાખ્યા હતા.
આ દરમિયાન તેના સાથીઓ સાથે પણ ઘણું ગેરવર્તન થયું હતું. ભીડમાં હાજર લોકોએ બળજબરીથી તેની વીંટી અને કાનની બુટ્ટી ઉતારી લીધી હતી. તેનો મોબાઈલ ફોન, આઈડી કાર્ડ અને 15,000 રૂપિયા પણ છીનવી લીધા. લાહોર પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.