સાવધાન!! એક ચોકલેટ નાની બાળકીની જિંદગી બરબાદ કરી શકે છે

આજે વિશ્વ બાલિકા દિન ઉજવાય રહ્યો છે ત્યારે બાળકો સાથે વધી રહેલા યૌન શોષણ ના કિસ્સાઓ પર અંકુશ લાવવા માટે શિક્ષણ વિભાગે એક કાર્યક્રમ શરૂ…

આજે વિશ્વ બાલિકા દિન ઉજવાય રહ્યો છે ત્યારે બાળકો સાથે વધી રહેલા યૌન શોષણ ના કિસ્સાઓ પર અંકુશ લાવવા માટે શિક્ષણ વિભાગે એક કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજે વિશ્વભરમાં વિશ્વ બાલિકા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં દરેક શાળાઓમાં બે શિક્ષકો ને બાળકોની સુરક્ષા આપવા માટે ની તાલીમ આપવામાં આવશે જિલ્લા શિક્ષણાધિકારીએ તાલીમ શિબિરમાં તમામ શાળાઓને ફરજીયાત ભાગ લેવાનો આદેશ આપ્યો છે.

 

આજે બારમી ઓક્ટોબરના રોજ વિશ્વ ભરમાં નાના બાળકો વિરુદ્ધ થઈ રહેલા યોન શોષણના કિસ્સાઓ ને ડામવા માટે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ‘સુરક્ષિત ઘર, સુરક્ષિત શેરી’ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવશે.

વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા નાના બાળકો ને લલચાવી ફોસલાવીને સુમસામ જગ્યાએ લઈ જઈને શોષણ કરવામાં આવતું હોય છે. તેવા કિસ્સાઓ દિન-પ્રતિદિન સામે આવતા રહ્યા છે. ભારત સરકારે પોક્સો એક્ટ લાવીને બાળકોને ખોટી રીતે અડકવુ તેની સામે ખરાબ અને અશ્લીલ વસ્તુઓ બતાવવી કે સંભળાવવી ગંભીર ગુના તરીકે ગણીને કડકમાં કડક સજા આપવાનો કાયદો બનાવ્યો છે.

મોટાભાગના કિસ્સાઓમાં બાળકોને ચોકલેટની લાલચ આપીને વિકૃત માનસિકતા ધરાવતા લોકો યોન શોષણ કરતા હોય છે. જેથી તમામ લોકોએ પોતાના બાળકોને આવી લાલચથી દૂર રહેવા માટે સતત સુચન કરતુ રહેવું જોઈએ. નહિતર એક ચોકલેટ ને કારણે બાળકની જિંદગી બરબાદ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *