ચપ્પલ બતાવીને અમેઠીની જનતાએ સ્મૃતિ ઈરાની નો વિરોધ કરવામાં આવ્યો કે કરાવવામાં આવ્યો?

Published on: 7:00 am, Sat, 27 April 19

સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે અમેઠી મા આવેલ હરીહરપુર ગામમાં લોકોએ સ્મૃતિ ઈરાનીનો ચંપલ બતાવીને વિરોધ પ્રદર્શિત કર્યો છે અને કહ્યું છે કે મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઈરાની પોતાનું સરનામું આપે તો અમે બુટ ચપ્પલ તેના ઘરે મોકલી આપીશું. જણાવી દઇએ કે સ્મૃતિ ઈરાની એ આ ગામના લોકોને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે ગામ લોકો રોષે ભરાયા છે.

જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલા નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભડકી ગઈ હતી. એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીના લોકોને બુટ ચંપલ વેચીને રાહુલ ગાંધીનું નહીં પરંતુ જનતાનું અપમાન કરી રહી છે.

Trishul News ની ટિમ દ્વારા જયારે આ બાબતે તપાસ કરવામાં આવી જેમાં એક વિડીયો મળ્યો છે જેમાં અમુક કોંગ્રેસી કાર્યકરો ગામવાસીઓને ચપ્પલ અને બુટ હાથમાં આપીને વિરોધ કરતા હોય તેવી મુદ્રામાં ઉભા રાખીને ફોટો લઇ રહ્યા છે. આમ હકીકત સામે આવી છે કે સ્મૃતિ ઈરાનીનો કથિત વિરોધ નકલી હોવાનું સામે આવ્યું છે.