કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો ચેતજો- સસ્તામાં સોનુ આપી ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ

Be careful before buying cheap gold: જો તમને કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો એ પહેલા ચેતજો( Be careful before buying cheap gold ), કારણકે સુરત ક્રાઇમ બ્રાંન્ચએ આવી રીતે સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ આચરતી ટોળકીના 1 આરોપીની ધરપકડ કરી છે.આ આરોપી પોતાની પત્ની અને સાળા સાથે મળીને શાસ્તમાં સોનુ અપવવાના બહાને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો હતો જેની સુરત ક્રાઇમબ્રાન્ચ પોલીસે ધરપકડ કરી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મિત્રતા કરી ઠગાઈ કરી
વિગતવાર મળતી માહિતી મુજબ સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ભરતભાઈ મધુસુદન ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજીભાઇ સોનીએ મિત્રતા કેળવી તેમની પત્ની અને તેમના સાળા વૃષીલ સાથે મળી જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 દરમિયાન સોનુ સસ્તામાં મળતું હોવાની સ્કીમ આપી હતી.તેમજ આ સ્કીમમાં રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નફો મળતો હોવાનું જણાવ્યું હતું.

નવાણું લાખનું રોકાણ કરાવી નફો કે મુદ્દલ પરત આપી નહિ
આ ઉપરાંત ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે માર્કેટ ભાવ કરતા 30 ટકા ઓછા ભાવે થોડું સોનુ આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ભરતભાઈ પાસે એક સાથે 99 લાખનું રોકાણ કરાવી કોઈપણ નફો કે મુદ્દલ પરત નહીં આપી ઠગાઈ કરી હતી જેથી ભરતભાઈએ પોતાના પૈસા તેમજ નફો આપવાની માંગ કરી હતી.જેથી આરોપીએ ભરતભાઈને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઠગાઈ કરી હતી.

ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સંજયકુમાર ઉર્ફે કાળુ ભીમજીભાઇ સોનીની ધરપકડ કરી છે.તેમજ અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *