ઠંડા પાણીના શોખીનો થઈ જાઓ સાવધાન, નહીંતર થશે ધબડકો અને પડશો ખૂબ બીમાર

Health Tips: ઉનાળાની કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો ઠંડાં પીણાંનો સહારો લેતા હોય છે. દેશનાં ઘણાં શહેરોમાં આજે પણ તાપમાન 40 ડીગ્રીથી ઉપર છે. ઉનાળામાં જો કોઈ સમસ્યા હોય તો એ છે વારંવાર તરસ લાગવાની. ઉનાળામાં ઘરની બહાર નીકળતાં તરસ લાગવાને કારણે રસ્તા પરની લારીઓમાંથી(Health Tips) શેરડીનો રસ, જ્યૂસ જેવાં પીણાં પી લેતાં હોય છે. આ બાદ તડકામાંથી ઘરે આવીને ફરી બરફવાળું પાણી પીએ છીએ. તો સાંજના સમયે પણ બરફ ગોળા કે પછી કોલ્ડડ્રિંક્સમાં પણ બરફ હોય છે. આખો દિવસ દરમિયાન તરસ છીપાવવા માટે આપણે બરફવાળું પાણી કે પછી જે પીણાં પીએ છીએ એની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ઉનાળામાં ઠંડું પાણી પીઓ તો જ તરસ છિપાય તેવું પહેલી દૃષ્ટિએ લાગે છે પરંતુ આ વાત સાચી છે ખરી? કારણકે એક માન્યતા એવી પણ છે કે ઠંડું પાણી પીવાથી તરસ છિપાતી નથી પરંતુ વારંવાર તરસ લાગ્યા રાખે છે. જ્યારે માટલામાં કુદરતી રીતે ઠંડું થયેલું પાણી પીવાથી અદ્ભુત આનંદ, સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ થાય છે, વારંવાર તરસ લાગતી નથી.

ફ્રિજનું એકદમ ઠંડું પાણી પીવાથી મોટું આંતરડું સંકોચાય જાય
પહેલું તો ફ્રિજનું પાણી તમારા આરોગ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે અને તેનું એક મોટું કારણ એ છે કે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધુ ઓછા તાપમાન પર હોય છે જે નુકસાનદાયક છે. બીજું કે ફ્રિજનું એકદમ ઠંડું પાણી પીવાથી મોટું આંતરડું સંકોચાય જાય છે જેનાથી તે પોતાનું કામ બરાબર કરી શકતું નથી. આના કારણે સવારે પેટ સાફ થતું નથી અને મળ પેટમાં જ રહીને સડી જાય છે. આથી કબજિયાત અને તેના કારણે થતા રોગો ઉદ્ભવે છે.

બરફવાળું પાણી, જ્યૂસ અથવા કોલ્ડડ્રિંક્સ પીવાથી શું નુકસાન થાય છે?
જ્યારે આપણે બહાર જઈને તડકામાં ઘરે આવીએ ત્યારે તરત જ તરસ છીપાવવા માટે બરફવાળું પાણી પીએ છીએ, ત્યારે આ પાણી શરીરના તાપમાન સાથે મેચ નથી થતું, જેના કારણે શરીરના તાપમાન પર સીધી અસર પડે છે. આ પાણીથી આપણે બીમાર થઈએ છીએ. તો બજારનાં પીણાંમાં મિક્સ કરવામાં આવેલો બરફ ગંદા પાણીમાંથી બનેલો હોય છે, જેનાથી આપણે અનેક બીમારીનો શિકાર બનીએ છીએ.

બરફવાળું પાણી પીવાથી કઈ બીમારીઓ અને તકલીફ થઇ શકે છે?

બોડી હાઇડ્રેટ નથી રહેતી
બરફનું પાણી શરીરને હાઇડ્રેટ નથી કરતું. જમ્યા બાદ તરત જ બરફવાળું પાણી પીવાથી બચવું જોઈએ, બરફવાળા પાણીથી શરીરને નુકસાન થાય છે.

ગળામાં ખારાશ
બરફનું પાણી પીવાથી નાકમાં શ્વસન મ્યુકોસા બને છે, જે શ્વાસ લેવાનું રક્ષણાત્મક સ્તર હોય છે. જ્યારે આ સ્તર જામી જાય છે ત્યારે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. શ્વાસ નળી સંવેદનશીલ હોય છે જેનાથી ગળામાં ખારાશ આવી જાય છે.

માઈગ્રેન
માઈગ્રેનની બીમારીથી વધુ સમસ્યા થાય છે. જ્યારે તમે ઠંડું પાણી પીઓ છો ત્યારે તમારા નાક અને શ્વસનનળીને બ્લોક કરી દે છે, જેનાથી માઇગ્રેનની સમસ્યા વધી જાય છે.

પોષક તત્ત્વની ઊણપ
સામાન્ય રીતે શરીરનું તાપમાન 37 ડીગ્રી સુધી હોય છે, જ્યારે તમે બરફનું પાણી પીવો છો, ત્યારે શરીરને તાપમાન જાળવી રાખવા માટે ઘણી ઊર્જા ખર્ચવી પડે છે. પોષક તત્ત્વોના પાચન અથવા અવલોકન માટે જે ઊર્જા વપરાય છે એટલી જ ઊર્જાનો ઉપયોગ બરફના પાણીને પચાવવા માટે થાય છે, જેને કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ થાય છે.

સ્થૂળતા
દરેક સમયે બરફનું પાણી પીવાથી શરીરમાં રહેલી ચરબી સરળતાથી બર્ન થતી નથી. આ કારણ છે કે ઠંડું પાણી ચરબીને સખત બનાવે છે, જેના કારણે વજન ઓછું કરવું મુશ્કેલ બની જાય છે.

જો તમે ઠંડાં પીણાં પીતા હો અને વચ્ચે વચ્ચે કંઈ પણ ખાતા હો કે ઠંડું પાણી પીધા પછી કંઈ ખાવ તો પાણીનું શીતળ તાપમાન તમે જે ચીજ ખાધી તેમાંથી ચરબીને ઘન સ્વરૂપમાં ફેરવી નાખે છે અને આ પ્રકારની ઘન ચરબીને પચાવવી શરીર માટે ખૂબ જ કઠિન હોય છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે ઠંડું પાણી પીવાથી કેલેરી બળે છે અને વજન ઘટે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો આ વાત સાથે સંમત નથી. વજન ઘટાડવાના અન્ય રસ્તાઓ છે જ. આ રીતે વજન ઘટાડવાથી બીમારીઓ થઈ શકે છે.