શિયાળામાં રાત્રે સ્વેટર અને મોજા પહેરીને ઊંઘી જાવ છો તો સાવધાન! થઈ શકે છે આ 4 બીમારી

Wearing Sweater At Night: હાલ એટલી ઠંડી પડી રહી છે કે ગરમ કપડાં ઉતારવાનું મન જ ના થાય. સ્વેટર, ટોપી અને મોજા પહેરીને ઠંડીથી બચી શકાય છે. ઘણાને તો રાતના સમયે પણ ગરમ કપડાં કાઢવાની ઈચ્છા થતી નથી. આ કે ચક્કરમાં આપણે પોતે પણ સ્વેટર પહેરીને ઊંઘી (Wearing Sweater At Night) જઈએ છીએ અને બાળકો સાથે પણ આવું જ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે આમ કરવાથી આપણા સ્વાસ્થ્યને જોખમ છે? ત્યારે ચાલો જાણીએ રાત્રે સ્વેટર પહેરીને ઊંઘવાના ગેરફાયદા…

હૃદયના દર્દીઓ માટે નુકસાન
હૃદય રોગથી પીડિત લોકો માટે ઊનના કપડાં પહેરીને સૂવું અત્યંત જોખમી બની શકે છે! જાડા રેસા અને ઊનના કપડાંના નાના છિદ્રો આપણા શરીરની ગરમીને અંદર જકડી રાખે છે. શિયાળામાં રજાઇ કે ધાબળા સાથે ઊનના કપડાં પહેરવાથી શરીરનું તાપમાન વધી શકે છે. આ વધેલું તાપમાન ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બેચેની અને નર્વસનેસ
ડોકટરોના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે ગરમ કપડાં પહેરીને સૂઈએ છીએ, ત્યારે શરીર ખૂબ જ ગરમ લાગે છે.

તેનાથી બેચેની, નર્વસનેસ અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી સૂતી વખતે હંમેશા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બેદરકાર રહેવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

ખંજવાળ, બર્નિંગ અને એલર્જી
ઊનના કપડાં શરીરનું તાપમાન વધારી શકે છે અને સૂતી વખતે તમને પરસેવો લાવી શકે છે. આવી સ્થિતિમાં ત્વચામાં બળતરા અને ખંજવાળ આવી શકે છે, ખાસ કરીને જો તમને એલર્જી હોય. શુષ્ક ત્વચા ધરાવતા લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે કારણ કે ઊનના કપડાં ત્વચાને વધુ શુષ્ક બનાવી શકે છે. તેથી રાત્રે સૂતા પહેલા હળવા કપડાં પહેરવા અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા વધુ સારું રહેશે.