દિવાળી પર ટ્રેનમાં યાત્રા કરતા સમયે ધ્યાન રાખજો, આ વસ્તુ સાથે પકડાયા તો 3 વર્ષ થશે જેલ

Indian Railway Rules: ટ્રિપનું પ્લાનિંગ કરતા પહેલા આપણે પેકિંગ દરમિયાન શક્ય તેટલી બધી જરૂરી વસ્તુઓ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. જો તે લાંબી ટ્રિપ હોય તો તે પ્રમાણે પેક કરીએ છીએ અને જો તે ટૂંકી ટ્રિપ હોય તો આપણે તે મુજબ વસ્તુઓને બેગમાં પેક કરીએ છીએ. પરંતુ જરુરિયાત (Indian Railway Rules) કરતા વધારે સામાન રાખવા પર જેવી રીતે ફ્લાઈટમાં રોકવામાં આવે છે. તેવી જ રીતે ટ્રેનમાં પણ વધારાનો સામાન લઈ જવા બદલ તમને રોકી શકાય છે અથવા તમને દંડ થઈ શકે છે. જી હા, ટ્રેનમાં તમે બધી જરૂરી વસ્તુઓ લઈ જઈ શકો છો, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેને લઈ જવાની સખત મનાઈ હોય છે. ચાલો તમને તે વસ્તુઓ વિશે જણાવીએ.

ગેસ સિલિન્ડર
ઘણી વખત આપણે એક ગેસ સિલિન્ડરને એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ટ્રેનને સારું માધ્યમ માનીએ છીએ. પણ જણાવી દઈએ કે આવું કરવું ખોટું છે. ખાલી કે ભરેલો, કોઈપણ પ્રકારનો ગેસ સિલિન્ડર તમે ટ્રેનમાં લઈ જઈ શકતા નથી.

એસિડ
તમે ટ્રેનમાં એસિડ લઈ જઈ શકતા નથી. જો તમે ટ્રેનમાં એસિડ લઈ જશો તો તેમને દંડ ફટકારવામાં આવશે. parcel.indianrail.gov.in વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિયમ લાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે એસિડ અને એસિડથી બનેલી કોઈ અન્ય વસ્તુઓ ન લઈ જાવ.

ફટાકડા
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં ફટાકડા લઈ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો તમે ટ્રેનમાં ફટાકડા લઈને જશો અને પકડાઈ જશો તો તમારે દંડ ભરવો પડી શકે છે. અજાણતા ફટાકડામાં આગ લાગી ગઈ તો મુસાફરી કરી રહેલા લોકોને ઘણું નુકસાન પહોંચી શકે છે.

કાચું ચિકન
ભારતીય રેલવેમાં ચિકન લઈ જવાની પણ મંજૂરી નથી. ચિકનમાંથી એક સમય પછી ખૂબ જ દુર્ગંધ આવે છે, જેનાથી મુસાફરોને પરેશાની થઈ શકે છે.

આ ઉત્પાદન પર પ્રતિબંધ છે
ભારતીય રેલ્વેએ એક ટ્વિટમાં કહ્યું છે કે જો કોઈ મુસાફર ફટાકડા, પેટ્રોલ-ડીઝલ અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે, તો તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવશે. રેલ્વેએ કહ્યું કે ટ્રેનમાં ફટાકડા લઈ જવું એ મુસાફરોના જીવ જોખમમાં મૂકવા જેવું છે અને આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ટ્રેનમાં સ્ટવ અને ગેસ લઈ જવા પર પણ પ્રતિબંધ છે.

દંડ અને જેલ થશે
રેલ્વે એક્ટ 1989ની કલમ 164 અને 165 હેઠળ, જો કોઈ મુસાફર ફટાકડા, સ્ટવ, ગેસ, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થો સાથે ટ્રેનમાં મુસાફરી કરતા પકડાય છે, તો તેને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તેમજ મુસાફરને 3 વર્ષની જેલ થઈ શકે છે. રેલવે આવા મુસાફરો પર દંડ અને જેલની કાર્યવાહી એક સાથે કરી શકે છે.