Peepal Tree Benefits: હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને તેને અન્ય તમામ વૃક્ષો કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ પીપળના વૃક્ષનું (Peepal Tree Benefits) મહત્વ જણાવવામાં આવ્યું છે, જેના કારણે પીપળના વૃક્ષને ક્યારેય ન કાપવું જોઈએ, પરંતુ તેની પૂજા કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
પીપળાનાં દરેક કણમાં ભગવાનનો વાસ
શનિવારને પીપળાની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે પીપળનાં દરેક કણમાં ભગવાનનો વાસ છે. જો કે, વાસ્તુ અનુસાર, પીપળનું વૃક્ષ ઘરમાં લગાવવું શુભ માનવામાં આવતું નથી, તેથી પીપળના વૃક્ષને ખેતર અથવા ગાર્ડનમાં સુરક્ષિત સ્થાન પર લગાવવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને પીપળના ઝાડ સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાયો જણાવી રહ્યા છીએ, જેનું પાલન કરવામાં આવે તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
પીપળના ઝાડ માટે જ્યોતિષ ઉપાય
1- જે લોકો પોતાના જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓએ પીપળનું ઝાડ લગાવીને તેની સેવા કરવી જોઈએ. પીપળનું વૃક્ષ વાવી તેની સેવા કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષો શાંત થાય છે.
2- પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસા વાંચવાથી શત્રુઓથી મુક્તિ મળે છે.
3- પીપળના ઝાડ નીચે શિવલિંગ સ્થાપિત કરીને તેની નિયમિત પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
4- પીપળના ઝાડને જળ ચઢાવવાથી પિતૃદોષથી રાહત મળે છે.
5- કર્ક રાશિવાળા લોકોએ પીપળના ઝાડના મૂળમાં દૂધ અને હળદર ચઢાવવું જોઈએ, તેનાથી અશુભ પ્રભાવથી રાહત મળે છે.
6- સવારે 7 થી 10 વાગ્યાની વચ્ચે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App