જો તમને પોર્ન ના શોખ છો અને તેને તમારા સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર પર જોશો તો સાવચેત રહો. ઇન્ટરનેટ પર એક એવો વાયરસ આવી ગયો છે જે પોર્ન જોતી વખતે તમારી વિડિઓ બનાવે છે અને પછી પોર્ન જોનારને બ્લેકમેલ કરે છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોએ એક એવી સ્પેમબોટ ની શોધ કરી છે જેના દ્વારા તમારી દરેક ક્ષણ કેદ થઈ જાય છે.
સ્પેમબોટ એ એક એવું કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે મેઇલ રીસીવરના કમ્પ્યુટર વિશેની માહિતી એકત્રિત કરી શકાય છે.અગાઉ ફ્રાન્સમાં વરેનકી નામનો એક આવું જ સ્પામબોટ મળી આવ્યો હતો. જેના દ્વારા ઘણા લોકોની ઇમેઇલ આઈડી હેક થઈ ગયા હતા. જો કે, હાલમાં ફરી વરેનકીનો એક નવો રૂપ સામે આવ્યો છે જે સાયબર વર્લ્ડમાં જાતીય અભિયાન ચલાવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્વારા હેકરને કોઈપણ કમ્પ્યુટર ના ઍક્સેસ મળી શકે છે .અને તે પોર્ન જોતી વખતે કોઈ પણ વ્યક્તિનો વીડિયો બનાવીલે છે.
આ પછી, ભોગ બનનાર ને ઇમેઇલ દ્વારા કહેવામાં આવે છે કે તેનો વિડિઓ બનાવવામાં આવ્યો છે.અને તેની પાસેથી મોટી રકમની માંગ કરવામાં આવે છે. ઇમેઇલમાં, વપરાશકર્તાને કહેવામાં આવે છે કે,વિડિઓમાં અડધી સ્ક્રીન પોર્ન છે જે બ્રાઉઝરમાં જોવા મળી રહી છે, જ્યારે બાકીની અડધી સ્ક્રીન વેબકેમ સાથે રેકોર્ડ કરેલી વિડિઓ છે. આ પછી, ભોગ બનનાર ને કહેવામાં આવે છે કે જો તે કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં આપે તો આ વીડિયો તેના પરિવારના સભ્યો અને સોશ્યલ મીડિયા પર શેર કરી દેવામાં આવશે.
જો કે, હજી સુધી આવા કોઈ કેસ નોંધાયા નથી. જેમાં જાણ થઈ શકે કે વિડિઓ કોઈના વેબકેમ દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે. હા, એવા કિસ્સાઓ બન્યા છે કે જેમાં હેકર્સ વાયરસ દ્વારા વપરાશકર્તાઓની સ્ક્રીનની વસ્તુઓને રેકોર્ડ કરે છે, પરંતુ વેબકેમ દ્વારા વિડિઓ બનાવવાની દાવાની હજી સુધીમાં જાણ થઈ નથી.