આ સ્થળે 500 ફૂટથી ઊંડી ખીણમાં પડી બસ અને 20 માસુમોના મોત, જાણો વધુ

હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક પ્રાઈવેટ બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડતા 20 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના એટલી…

હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક પ્રાઈવેટ બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડતા 20 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના એટલી ભીષણ હતી કે બસના ફૂરચા ઊડી ગયા.

રિપોર્ટ અનુસાર, બસ કુલ્લૂના બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ ભોડની પાસે 500 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. બસ કુલ્લૂના ગાડાગુશૈણી તરફ જઈ રહી હતી. તેમાં આશરે 40થી 50 લોકો સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ ખાઈમાંથી ઘાયલ લોકોને કાઢવા માટે પોલીસ અને સ્થાનકિ લોકો ઘટના સ્થળે પહોંચ્યા. નદીના ઝડપી વહેણ વચ્ચે સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. ઘટનામાં ઈજાગ્રસ્ત 12 મહિલાઓ, 6 છોકરીઓ, 7 બાળકો તેમજ 10 યુવકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે પ્રશાસનિક અધિકારી અને પોલીસ હાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *