સુરતમાં ઠગબાજ યુવક એવી રીતે છેતરપિંડી કરતો કે.., કીમિયો જાણી પોલીસ પણ માથું ખંજવાળવા લાગી  

Mobile scam in Surat: ઓનલાઇન ચીજ વસ્તુઓ મંગાવી જેટલી સરળ છે એટલું જ નુકસાનકારક છે. ત્યારે સુરતમાંથી વધુ એક ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.…

Mobile scam in Surat: ઓનલાઇન ચીજ વસ્તુઓ મંગાવી જેટલી સરળ છે એટલું જ નુકસાનકારક છે. ત્યારે સુરતમાંથી વધુ એક ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન મોબાઈલનાં બદલે પરફ્યુમ મોકલી છેતરપિંડી(Mobile scam in Surat) આચરવામાં આવી છે. ત્યારે આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સુરત પોલીસ ઠગ કરનાર આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતમાં ઓનલાઈન મોબાઈલ ખરીદીના બદલે છેંતરપીંડી કરનાર ઠગ પોલીસનાં હાથે ઝડપાયો છે. આ ઠગ મોબાઈલનાં બદલે પરફ્યુમ મોકલી લોકો સાથે છેંતરપીંડી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઠગ લોકોને સોશિયલ મીડિયા મારફતે સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી છેંતરપીંડી આચરતો હોવાનું જાણવા મળ્યું છે.

સસ્તા મોબાઈલની લાલચ આપી છેંતરપીંડી 
લોકોને સસ્તા મોબાઈલ ફોનની લોભામણી લાલચ આપી ઠગ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસનાં ધ્યાને આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા રાંદેરમાંથી અફઝલ ખાંડા નાનાં શખ્સની અટકાયત કરી હતી. તેમજ વધુ તપાસમાં પોલીસે કોમ્પ્યુટર અને પરફ્યુમ ભરેલા 70 થી વધુ કાર્ટૂન મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરત પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરતા અફઝલ ઓનલાઈન મોબાઈલ વેચવાનાં બહાને લોકો સાથે છેંતરપીંડી આચરતો હોવાનું ઘસ્ફોટ થયો હતો. જે લોકો ઓનલાઈન મોબાઈલ મંગાવતા તેઓને મોબાઈલની જગ્યાએ પાર્સલમાં પરફ્યુમ મોકલી રૂપિયા પડાવવાનો નવિ કમીયો અફઝલે અજમાવ્યો હતો. જો કે સુરત પોલીસે અફઝલને ઝડપી પાડ્યો હતો.

ગુજરાત બહારનાં લોકોને વધુ ટાર્ગેટ કરતો હતો આરોપી
તમને જણાવી દઈએ કે, ફઝલ ખાંડા દ્વારા સોશિયલ મીડિયામાં નોન ગુજરાતી એટલે કે ગુજરાત બહારના કેટલાક લોકોને સસ્તા મોબાઈલ આપવાની લોભામણી લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં ઝડપાયેલા શખ્શનાં અનેક ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા પણ જણાય રહી છે. ત્યારે આરોપી દ્વારા ગુજરાત બહારનાં લોકો સોફ્ટ ટાર્ગેટ હતો. ગુજરાત બહારમાં પોલીસ કેસ થવાની શક્યતા ઓછી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *