રખડતા ઢોરે લીધો વધુ એક નો ભોગ: સુરતમાં ઢોર રખડતા મુકનાર સામે ક્યારે થશે કાર્યવાહી?

Youth death in Surat: સુરતમાં હજુ પણ ખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેનું યોગ્ય પરિણામ આવી રહ્યું નથી. ફરી એકવાર સુરતના સારોલી વિસ્તારમાં રખડતા ઢોર રસ્તામાં આવી જતા બાઈક ચાલકનું મોત (Youth death in Surat) નીપજ્યું છે. જ્યારે એક ભાઈને હાથમાં ફ્રેક્ચર થયું છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બે સગા ભાઈઓનો અકસ્માત
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી અંકિત જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા બે રત્નકલાકાર ભાઈઓ (તુષાર મિશ્રા મૃત્યુ પામનાર, ગૌરવ મિશ્રા ઈજાગ્રસ્ત) કામ પૂર્ણ કર્યા પછી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. તે દરમિયાન સારોલી રોડ ઉપર એકાએક જ રખડતું ઢોર રસ્તા ઉપર આવી ગયું હતું. બાઈક પર સવાર તુષાર નામનો યુવક કઈ સમજે તે પહેલા જ તેમની ટક્કર ઢોર સાથે થઈ ગઈ હતી. પરિણામે નીચે પટકાતા તુષારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ એક ભાઈને હાથમાં ફ્રેક્ચર થયું છે.

પરિવાર પર આભ તૂટી પડ્યો
મધ્યમ વર્ગના પરિવારના બે સગા ભાઈઓનો અકસ્માત થતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું છે. કટલરીનો બિઝનેસ કરતા પિતાને સમાચાર મળતા તેમના પગના નીચેથી જમીન સરકી ગઈ હતી. તુષારનો અચાનક અવસાન થતા પરિવારના લોકોમાં પણ શોકમાં ડૂબી ગયા હતા. દિવાળી પહેલા આ બનેલી ઘટનાથી સમગ્ર ઓલપાડ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઢોર પકડવાની કામગીરીમાં નિષ્ફળ
બંને ભાઈઓ એક જ ડાયમંડ ફેક્ટરીની અંદર કામ કરતા હતા. બંને ભાઈઓ કામ પૂર્ણ કરીને પોતાના ઘરે રાબેતા મુજબ પાછા ફરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. રખડતા ઢોરને કારણે કેટલાય માસુમ લોકોએ પોતાનો જીવ આ રીતે જઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય રીતે અલગ અલગ વિસ્તારોમાં ઝડપથી આ કામગીરી કરવામાં તેઓ નિષ્ફળ જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *