લેડિઝ ટોયલેટમાં ઘુસી ગયું રીંછ, અંદર કર્યું એવું કામ કે લોકો થઈ ગયા પરેશાન

સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો જોનાર લોકો પણ કેટલીક વાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી જ એક…

સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો જોનાર લોકો પણ કેટલીક વાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી જ એક ઘટના અમેરિકાના મોન્ટાના શહેરમાં બની છે. અહીં એક રીંછ હોટલના લેડિઝ ટોઇલેટમાં ઘૂસ્યું હતું અને પછી જે થયું તેને જોઈ હોટલના કર્મચારીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા.

અહીં ‘બક ટી 4 લોજ એન્ડ રેસ્ટોરન્ટ’ નામની હોટલ રાષ્ટ્રીય વન વિસ્તારનની નજીક આવેલી છે. અહીં અવારનવાર  વન્ય વિભાગના અધિકારીઓ પણ આવતા રહે છે. જો કે આ પહેલીવાર છે કે કોઈ પ્રાણી હોટેલમાં પ્રવેશ્યું હોય. હોટેલના મેનેજર અને માલિકએ જણાવ્યાનુસાર, રીંછ લેડિઝ ટોયલેટની અંદર ફસાઈ ગયું હતું. તેણે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બારી ઊંચી હોવાથી તે બહાર નીકળી શક્યો નહીં અને ઊંઘ આવવાથી તે ત્યાં જ સૂઈ ગયું.

જો કે આ વાતની જાણ વનવિભાગને કરવામાં આવી અને અધિકારીઓએ રીંછને ટોયલેટની બહાર કાઢ્યું અને તેનું ચેકઅપ પણ કર્યું. ત્યારબાદ તેને સલામત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું. હોટેલના ફેસબુક પેજ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને શેર કરવામાં આવ્યો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *