રાહુલ ગાંધી કોરોનાને જોતા બંગાળમાં ભીડ ભેગી કરીને નહી કરે પ્રચાર, PM મોદી પોતાની રેલીઓ શરુ રાખશે?

કોરોના વાયરસની સ્થિતિને જોતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં તેમની બધી રેલીઓ મુલતવી રાખવાણી જાહેરાત કરી. હાલની પરિસ્થિતિમાં રાહુલ ગાંધીએ તમામ નેતાઓને મોટી રેલીઓના પરિણામો વિશે વિચારવાની સલાહ આપી. આ જાહેરાત બાદ હવે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ પણ પોતાની રેલીઓને જનહિતમાં બંધ રાખવાની ફરજ પડશે કે નહી તે જોવું રહ્યું.

સુત્રોની જાણકારી અનુસાર હવે કોંગ્રેસના નેતાઓએ અહિયાં સભાઓ આયોજિત કરીને રેલીઓની ભીડ ભેગી ન કરવાનો નિર્ણય કર્યો છે. જે અન્ય પક્ષો માટે પણ અગત્યનો બન્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રી મોદી સહીત કેન્દ્રીય મંત્રી મંડળના નેતાઓ બંગાળના ચુંટણીપ્રચારમાં મંડી પડ્યા છે. સવારે ડો ગજની દુરીની વાત કરતા વડાપ્રધાન મળી સાંજ ન પડે ત્યાં બંગાળ પહોચીને ભીડ સંબોધી રહ્યા છે. ત્યારે તેઓ બે મોઢાની ડાહી વાત કરી રહ્યા છે. જયારે સામે પક્ષે મમતા બેનર્જી પણ ભીડ એકઠી કરીને બંગાળનો જંગ જીતવા જજુમી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં પોતાની પહેલી ચૂંટણી રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૧૪ એપ્રિલએ કહ્યું કે ભાજપ રાજ્ય અને તેની સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે. ભૂતકાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની ‘કટ મની’ સંસ્કૃતિ માટે અને ભાજપ સાથે જોડાણ કરવા બદલ તેમણે ટીકા કરી હતી. આઠ તબક્કાની ચુંટણીની ચૂંટણીમાં ગાંધીજી રાજ્યમાં ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા છે. આગામી તબક્કો 17 એપ્રિલના રોજ યોજાવાના હતા જે મુલતવી રાખીને આગામી રેલીઓ પણ કેન્સલ કરી દીધી છે. જો કે 14 તારીખની રેલીમાં રાહુલ ગાંધીએ પણ મોટી ભીડને સંબોધી હતી. પણ મોડા મોડા જાગતા તેઓએ આગામી રેલીઓને કેન્સલ કરીને અન્ય પક્ષોને વિચારવા માટે મજબુર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *