રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ બનીને લોકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવતી ગેંગ અસલી પોલીસના હાથે પકડાતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરત મહિધરપુરા પોલીસે શહેરમાં નકલી પોલીસ બનીને લોકોને લુટતો એક ઈસમને પકડી પડ્યો છે. મહિધરપુરા પોલીસને આ નકલી પોલીસ શહેરમાં લોકો પાસે ખોટી રીતે રૂપિયા પડાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે મહિધરપુરા પોલીસે તપાસ શરુ કરી હતી.
સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, સુરતમાં આવેલ મહિધરપુરા હીરા બજારમાં એક રેસ્ટોરન્ટમાં ચા પીનાર ગ્રાહકે માસ્ક ન પહેરેલું જોઈને નકલી પોલીસે રેસ્ટોરન્ટ માલિક પાસેથી દંડ પેટે 5 હજાર રૂપિયા માંગ્યા હતા. પરંતુ બાદમાં નકલી પોલીસે ચા પીનાર ગ્રાહક સાથે રકઝક કરી છેવટે 500 રૂપિયા લઇને ચાલ્યો ગયો હતો.
મહિધરપુરા પોલીસે આ સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું કે, સુરતમાં આવેલ મહીધરપુરા ખાતે ગુંદી શેરીમાં રહેતા હેનીશ કિશોર પટેલ મહિધરપુરા હીરા બજાર ખાતે પાટીદાર ભવનમાં ભાગીદારીથી રેસ્ટોરન્ટ ચલાવે છે. 18મી સપ્ટેમ્બરે તેના રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક ચા પીતો હતો. તે સમયે એક યુવક રેસ્ટોરન્ટ પર આવ્યો. અને ચા પીનાર ગ્રાહકે માસ્ક ન પહેરેલું જોઈને નકલી પોલીસે રેસ્ટોરન્ટ માલિક પાસેથી દંડ પેટે 5 હજાર રૂપિયા માંગ્યા હતા.પરંતુ બાદમાં નકલી પોલીસે ચા પીનાર ગ્રાહક સાથે રકઝક કરી છેવટે 500 રૂપિયા લઇને ચાલ્યો ગયો હતો.
નકલી પોલીસે રેસ્ટોરન્ટમાં આવીને પોતાનું નામ ભરત શીંદે જણાવી પોતે એસઓજીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. તેને પોલીસ કટ અને પેન્ટમાં હથકડી પણ હતી. ભરતે કહ્યું કે, ગ્રાહકોએ માસ્ક નથી પહેર્યું એટલે દુકાનદારને 5000 રૂપિયાનો દંડ થશે. રકઝકના અંતે 500 રૂપિયા લઈને ગયો હતો. તે સમયે કેમેરામાં તેનો ફોટો પણ આવી ગયો હતો. ત્યાર બાદ હેનીશે એસઓજીમાં જઈને રેસ્ટોરન્ટમાં આવનાર વ્યક્તિ વિશે તપાસ કરી હતી. ત્યારે ભરતનો ફોટો પણ બતાવ્યો હતો. ત્યાંથી ખબર પડી કે ભરત શીંદે કોઈ પોલીસવાળો નથી પરંતુ ખાનગી માણસ છે. તેથી હેનીશ પટેલે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle