ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં ઘરના ભાડા ભરવાના ફાંફા, વિદેશની આંધળી દોટએ બેરોજગારી વધારી?

Canada News: ભારતમાંથી ઘણા લોકો સારી જીવન શૈલીની શોધમાં કેનેડા તેમજ અન્ય વિદેશોમાં જતા હોય છે. કેટલાક લોકોને ત્યાં સફળતા મળી જાય છે પરંતુ કેટલાક લોકો અસફળ (Canada News) પણ રહે છે. દરેકની પોતપોતાની સ્ટોરી અને પોતાનું દુઃખ હોય છે.

કંઈક આ જ પ્રકારનું દુઃખ સોશિયલ મીડિયા પર જોવા મળ્યું છે. એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડામાં એક ભારતીય ભાડુઆતને જબરદસ્તી ઘરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. માત્ર 15 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં ભાડુઆત બીચારો થઈને ઊભો છે. તેણે પૂરતા કપડાં પણ પહેર્યા નથી, અને મકાન માલિક તેની ચીજવસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી રહ્યો છે. આ ઘટનાથી પ્રવાસી લોકોમાં મકાન માલિક અને ભાડુઆતના સંબંધોને લઈને ચિંતા વધી છે.

અહીંયા જુઓ વિડિયો
આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ના એક એકાઉન્ટ કે જેનું નામ “घर के क्लेश” પરથી અપલોડ કરવામાં આવ્યો છે. વિડીયોનું કેપ્શન કંઈક આવું છે- એક દેશી છોકરો અને તેનો મકાન માલિક, જેમાં તે બંને વચ્ચે ઝઘડો થયો કારણ કે તે ઘર ખાલી કરી રહ્યો નહોતો. તેને પગલે મકાન માલિક જાતે આવી તેની વસ્તુઓ બહાર ફેકવાનું શરૂ કરી દે છે. સાથે જેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિડિયો બ્રેમ્પ્ટન, કેનેડાનો છે. વીડિયોમાં ભાડુઆત મુશ્કેલીમાં દેખાઈ રહ્યો છે, કારણ કે મકાન માલિક તેની સંપત્તિને બહાર ફેંકી રહ્યો છે.

ઘણા લોકોએ આવી પરિસ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. કેટલાક લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું છે ભાડુઆતે મકાન ખાલી કરવાની ચોખ્ખી ના પાડી દીધી હશે, જેને પગલે મકાન માલિક પોતે જ મામલો હાથમાં લઈ લે છે.

વિદેશમાં બધાની હાલત આવી જ હોય છે
આ વાયરલ વીડિયોમાં લોકોએ વિવિધ પ્રકારના રિએક્શન આપ્યા છે. કેટલાક લોકોનું માનવું હતું કે જો તે અહીંયા ભારત પોતાના વતનમાં હોત તો આવું કરવાની કોઈ હિંમત ન કરે. વિદેશમાં લગભગ બધાની હાલત આવી જ છે. તો અન્ય એક યુઝર કહે છે કે બીજા દેશમાં જવું જ શા માટે, એવો દેશ જ્યાં તમારું કોઈ માન સન્માન જળવાતું નથી. પોતાનો દેશ એ જ પોતાનો હોય છે. ક્યાં કમસેકમ માથું ઢાંકવાની જગ્યા દેશ જ આપે છે.