રાજકોટ(ગુજરાત): રક્ષાબંધનને હવે માત્ર અઠવાડિયું જ વધ્યું છે. રાજકોટ સહિત સમગ્ર દેશભરની બજારોમાં રાખડીની અવનવી વેરાયટીઓ પણ બની ગઈ છે. આ દરમિયાન રાજકોટ શહેરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે બહેનની વાતનું લાગી આવતા 15 વર્ષીય ભાઈ ઘર છોડીને ક્યાંક જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે આજીડેમ પોલીસ મથકમાં સગીરના ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટમાં આવેલી ગણેશ સોસાયટી શેરી નંબર 2માં રહેતા મુળ મધ્યપ્રદેશના કાલીપહાડીના વતની એવા વિનોદભાઈ રમેશભાઈ નામદેવનો પુત્ર ગત 6 ઓગસ્ટના રોજ સવારથી ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો છે.
આ દરમિયાન સમગ્ર મામલાની જાણ પરિવારજનો દ્વારા આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી સગીરાની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, નિતેશને તેની બહેને ગોદળા સંકેલવાનું કહ્યું હતું. આ બાબતે તેને લાગી આવતા તે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે.
ત્યારે પોલીસ દ્વારા પણ સગીરની તસ્વીર અને મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી તસવીરમાં રહેલ સગીર કોઈને મળી આવે તો તે પોલીસનો સંપર્ક કરી શકે જેથી પોલીસને સગીર અને તેના પરિવાર જનોનું મિલન કરાવવામાં સરળતા રહે. બહેન પોતાના ભાઈની રાહ જોઈ રહી છે, તેણે પોલીસને કહ્યું, પ્લીસ પોલીસ અંકલ મારા ભાઈને જલદી શોધી કાઢો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.