વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોળીબાર

હાલમાં ભારત-અમેરિકાની વચ્ચે મિત્ર જેવા સંબંધો રહેલાં છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ભારતની મુલાકાતે પણ આવી ચુક્યા છે. તેઓ ગુજરાત રાજ્યની મુલાકાતે પણ આવી ચુકેલા છે. હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ વખતે વ્હાઈટ હાઉસની બહાર ગોળીબારની ઘટનાથી હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ ગાર્ડ્સે ટ્રમ્પને પોડિયમથી હટાવી પણ દીધા હતાં. પ્રેસ કોન્ફરન્સ અટકાવવી પડી હતી તથા વ્હાઈટ હાઉસની ચારેય બાજુ સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

પત્રકારો પણ વ્હાઈટ હાઉસની અંદર જ કેદ થઈ ગયાં હતાં.થોડીવાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પ ફરી આવ્યા તથા જણાવતાં કહ્યું, કે વ્હાઈટ હાઉસની બહાર જ કોઈ અજાણી વ્યક્તિને ગોળી મારવામાં આવેલી છે. જેને ગોળી વાગેલી છે એની પાસે પણ હથિયાર હતાં.

સિક્રેટ સર્વિસે ટ્વિટ કરીને જણાવતાં કહ્યું હતું કે, કોઈ શંકાસ્પદ વ્યક્તિએ એમનાં ઓફિસરને ગોળી મારવામાં આવી છે. એને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે. ટ્રમ્પનું જણાવવું છે, કે શંકાસ્પદની ઓળખ તેમજ એનો હેતુની પણ જાણ થઈ નથી.

પણ એવું નથી લાગતું કે એનો પ્રેસિડન્ટ હાઉસને કોઈ નુકસાન પહોંચાડવાનું લક્ષ્ય હતું. આ ઘટના વ્હાઈટ હાઉસની બહાર જ થઈ છે. સુરક્ષામાં ખામી જેવી કોઈ વાત જ નથી. ટ્રમ્પે સિક્રેટ સર્વિસની પ્રશંસા કરતાં કહ્યું છે, કે હું મારી જાતને ખુબ જ સુરક્ષિત અનુભવુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *