આપઘાતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. અહીં મોડી રાત્રે મિશ્રી લાલ શાહના ઘરમાંથી ખૂબ ખરાબ દુર્ગંધ આવવા લાગી હતી, જેથી ગામલોકોએ સરપંચને વાત કરી હતી.
ત્યારબાદ સરપંચે રાત્રે 9 વાગે ગ્રામીણોની મદદથી મિશ્રી લાલના ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યાંનું દૃશ્ય જોઈને સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, પોલીસે હજુ ઓફિશિયલી આ ઘટના વિશે કશું કહ્યું નથી તથા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર પરિવારમાં હાજર માતા-પિતાએ 3 બાળકોની સાથે શુક્રવારે મોડી રાત્રે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસે ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લીધી છે. પોલીસે કહ્યું હતું કે, રાધોપુર પોલીસ સ્ટેશનના ગદ્દી વોર્ડ-12માં રહેતાં પતિ-પત્ની, 2 દીકરીઓ તથા એક દીકરો ફાંસીના ફંદા સાથે લટકતાં જોવા મળ્યાં છે.
મૃતક પરિવારમાં પિતાનું નામ મિશ્રીલાલ શાહ જણાવવામાં આવ્યું છે. આખા પરિવારને અડોશપડોશના લોકોએ ગયા શનિવારે જોયા હતા. ત્યારબાદ કોઈએ લોકોને ઘરની બહાર આવતાં-જતાં જોવા મળ્યાં નથી. શુક્રવારે મોડી સાંજે પડોશીઓને આશંકા થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે આખો પરિવાર ફાંસીના ફંદા પર લટકતો જોવા મળ્યો હતો.
આપઘાત પાછળનું કારણ હજી પણ અકબંધ:
રાધોપુરના SP મનોજ કુમાર જણાવે છે કે, આપઘાતનું કારણ હજી સ્પષ્ટ નથી થયું તથા FSLની ટીમથી પણ તપાસ કરાવવામાં આવી રહી છે. અડોશપડોશના લોકોનું જણાવવું છે કે, પરિવારની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ હતી તથા છેલ્લાં 2 વર્ષથી જમીન વેચીને ગુજરાન ચલાવી રહ્યાં હતા.
પરિવાર કોલસા વેચવાનો વેપાર કરતો હતો કે, જે લોકડાઉનમાં બંધ થઈ ગયો હતો. પરિવારે આજુબાજુના લોકોને પણ મળવાનું બંધ કરી દીધું હતું. મૃતકોમાં મિશ્રી લાલ સાહ, તેમની પત્ની રેણુ દેવી તથા તેમની 2 સગીર દીકરી તથા એક દીકરો સામેલ છે.
નવા કપડાં પહેરીને જીવ આપ્યો:
પોલીસે દરેક મૃતદેહને જ્યારે બહાર કાઢ્યા ત્યારે તમામ લોકો નવા કપડાંમાં દેખાયા હતા. ગ્રામીણોનું જણાવવું છે કે, એવું લાગે છે કે, તે તમામ લોકો નવા કપડાં પહેરીને સારા તૈયાર થઈને ફાંસીના ફંદા પર લટકીને જીવ આપ્યો છે. બિહારમાં આવેલ સુપૌલમાંથી આ ઘટના સામે આવી છે. આ ઘટના જિલ્લાના રાધોપુર પોલીસ સ્ટેશનના ગદ્દી ગામની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle