લીલા, પીળાં, લાલ કેપ્સિકમ મરચાં છે આરોગ્યનો ખજાનો, જાણો ઘણી બીમારીનો અકસીર ઈલાજ

Capsicum Benefits: બજારમાં લાલ, પીળા અને લીલા કેપ્સીકમ ઉપલબ્ધ છે. કેપ્સિકમને શિમલા મરચું અને બેલ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપ્સિકમ પોષક તત્વોથી (Capsicum Benefits) ભરપૂર હોય છે. તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેપ્સીકમનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ મટે છે. કેમ કે કેપ્સીકમમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન કે, ફાઈબર, કેરોટીનોઈડ જેવા તત્વો જોવા મળે છે, લીલા કેપ્સીકમમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

લાલ કેપ્સિકમના ફાયદાઓ
કેપ્સિકમના વિવિધ રંગો હોય છે. જેમ કે, લીલો, લાલ, પીળો રંગ. વાનગીની સુંદરતા વધારવા માટે આ અલગ-અલગ રંગના શાકભાજીમાં ભેળવવામાં આવે છે.લીલા,લાલ અને પીળા કેપ્સિકમ આપણા માટે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર છે.

લાલ કેપ્સિકમમાં લીલા અને પીળા કેપ્સિકમ કરતાં વધુ વિટામિન ‘એ’ હોય છે. લીલા કેપ્સિકમ સંપૂર્ણ પાકે તે પહેલાં કાપવામાં આવે છે, તેથી તેનો સ્વાદ લાલ કેપ્સિકમ કરતાં થોડો વધુ કડવો હોય છે. તે વિટામિન K નો પણ ઉત્તમ સ્ત્રોત છે.લાલ અને લીલા કેપ્સીકમની જેમ પીળા કેપ્સીકમમાં પણ વિટામીન ‘A’ અને ‘C’ ભરપૂર માત્રામાં હોય છે.રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લાલ રંગના કેપ્સિકમમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. લાલ કેપ્સિકમમાં બીટા કેરોટીન અને વિટામીન સીનું પ્રમાણ લીલા મરચા કરતા ઘણું વધારે છે.

પીળા કેપ્સિકમના ફાયદાઓ
પીળા કેપ્સિકમમાં બીટા કેરોટીન હોય છે જે તેને નારંગી રંગ આપે છે. બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે રેટિનાનું રક્ષણ કરે છે.તેમાં કેરોટીનોઈડ હોય છે.

લીલા કેપ્સિકમ ખાવાના ફાયદાઓ
લીલા કેપ્સિકમને પોષક તત્વોના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. તે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, વિટામિન A, વિટામિન C, વિટામિન K, પોટેશિયમ અને પાયરિડોક્સિનથી ભરપૂર છે.લીલા કેપ્સિકમનું સેવન આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલા કેપ્સીકમમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે ખાવાથી શરીરનું પાચનતંત્ર મજબૂત બને છે અને આંતરડામાં કેન્સર જેવી બીમારીઓ થવાનો ખતરો રહે છે.