Coriander water: સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે કોથમીરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીર એક એવું સુપરફૂડ છે જેમાં ઘણા (Coriander water) પોષક તત્વ મળી આવે છે. કોથમીરના પાન અને બીજ સૌથી ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટે કોથમીરનું પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના લાભ મળે છે. આ પાચન શક્તિઓને વધારે છે. વજન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. ત્વચા માટે ફાયદાકારક હોય છે અને શરીરનું ડિટોક્સ પણ કરે છે. આવો જાણીએ સવારે ખાલી પેટે કોથમીરનું પાણી પીવાના ફાયદા વિશે.
એસિડિટીમાં ફાયદાકારક
કોથમીરનું પાણી એસિડિટી કે પિત્તને ઓછુ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. કોથમીરમાં રહેલા ગુણ પેટ માટે ફાયદાકારક છે. કોથમીરનું પાણી પીવાથી પેટમાં એસિડનું સ્તર ઓછુ થાય છે અને તેનાથી એસિડિટીથી થતી બળતરા અને દુખાવો ઓછો થાય છે.
કોથમીરના બીજોમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે એસિડિટીના કારણે થતી મુશ્કેલીઓને ઓછુ કરે છે. સવારે ખાલી પેટે કોથમીર પાણી પીવાથી પેટ સંબંધી તકલીફોમાં રાહત મળે છે.
વજન ઓછુ કરે છે કોથમીર
કોથમીરનું પાણી વજન કંટ્રોલ અને વજન ઘટડાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. કોથમીરમાં હાજર ફાઈબર પેટને ભરેલું રાખે છે અને ભૂખ ઓછુ કરે છે. આ પાચન ક્રિયાને સુધારી વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. કોથમીરમાં હાજર પોલિફેનોલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ચર્બીને ઓગાળવામાં મદદ કરે છે.
કબજીયાતને દૂર કરે છે
કોથમીરનું પાણી કબજીયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કોથમીરમાં હાઈ ફાઈબર મળી આવે છે જે પાચનમાં સુધાર કરે છે. કોથમીરના બીજમાં હાજર થાઈમોલ નામનું દ્રવ્ય પાચન રસના સ્ત્રાવને વધારે છે જે કબજીયાતમાં રાહત આપે છે. સાથે જ કોથમીરના પાણીનું સેવન કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે જે કબજીયાતને દૂર કરનામાં મદદ કરે છે.
થાયરોઈડમાં ફાયદાકારક
થાયરોઈડની સમસ્યામાં કોથમીર એક પ્રાકૃતિક ઉપાયના રૂપમાં કામ કરે છે. કોથમીરના બીજો અને પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે થાયરોઈડના કામને યોગ્ય બનોવવામાં મદદ કરે છે. આને તમે સવારે ખાલી પેટે પી શકો છો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App