અંજીર(Figs)નું ફળ(Fruit) સ્વાસ્થ્ય(Health) માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઝિંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન જેવા ખનિજો મળી આવે છે. આ ઉપરાંત અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ(Antioxidant) અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. અંજીરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આવો જાણીએ અંજીરના ફાયદા અને તેનું સેવન કરવાની સાચી રીત.
અંજીરમાં પોષક તત્વો મળી આવે છે:
અંજીરમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને કેલરી પણ પર્યાપ્ત હોય છે, આ બધા તત્વો સ્વસ્થ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.
આ સમયે પલાળેલા અંજીર ખાઓ:
સૌથી પહેલા ત્રણ કે ચાર સૂકા અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પલાળેલા અંજીરને ખાઓ. તે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે તેને સૂતી વખતે પણ દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.
અંજીરનું સેવન કરવાથી મળતા વિશેષ ફાયદાઓ:
તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ ઉપરાંત તે હાર્ટને લગતી સમસ્યાઓ પણ દૂર કરે છે.
તેમજ તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. અંજીરના સેવનથી મહિલાઓને હોર્મોનલ પ્રોબ્લેમ અને પીરિયડ્સ દરમિયાન કોઈ સમસ્યા થતી નથી. પલાળેલા અંજીર ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.
અંજીર પુરુષો માટે ફાયદાકારક છે:
અંજીરમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે, જે પુરૂષો જાતીય સમસ્યાઓથી પીડાતા હોય તેઓ દૂધ સાથે અંજીરનું સેવન કરી શકે છે. આ ઉપરાંત અંજીરનું સેવન લાંબા સમય સુધી યુવાન રહેવા માટે પણ કરવામાં આવે છે. તેમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ નવા કોષોનો વિકાસ કરે છે. જેના કારણે પુરૂષોના ચહેરા પર કરચલીઓ પડતી નથી. તેમજ પલાળેલા અંજીરનું સેવન પુરુષોની પ્રજનન ક્ષમતામાં સુધારો કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.