સ્કૂટીચાલકે 71 વર્ષીય વૃદ્ધને અડફેટે લઈ એક કિલોમીટર સુધી ઢસડ્યા, કારણ માત્ર એટલું હતું કે… -જુઓ વિડીયો

કર્ણાટક(Karnataka)ના બેંગલુરુ(Bengaluru)માં મંગળવારે મગડી રોડ(Magadi Road) પર એક સ્કૂટી સવાર 71 વર્ષીય વ્યક્તિને ટક્કર મારી અને પછી તેને લગભગ એક કિલોમીટર સુધી રસ્તા પર ઢસડ્યા હતા. પીડિતાની ઓળખ મુથપ્પા તરીકે થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, બેંગ્લોરના નયંદહલ્લીના રહેવાસી સાહિલે મગડી રોડ પર બલેનો કારને ટક્કર મારી હતી. છતાં તેણે સ્કુટી રોકી નહોતી અને સ્પીડમાં ચલાવી રહ્યો હતો. આ પછી જ્યારે લોકોએ ઘેરી લીધો હતો, ત્યારે તે યુવક દ્વારા સ્કુટી રોકવામાં આવી હતી. પોલીસે તે યુવકની ધરપકડ કરી લીધો છે અને પીડિત વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના બેંગલુરુના મગદી રોડની છે. મુથપ્પા નામના વૃદ્ધ પોતાની કારથી જઈ રહ્યા હતા. ત્યારે સાહિલ નામનો સ્કુટી ચાલકે તેણે પાછળથી ટક્કર મારી હતી. તે યુવક ટક્કર વખતે મોબાઇલ પર વાતો કરી રહ્યો હતો. ટક્કર લાગ્યા બાદ વૃદ્ધ કારમાંથી ઉતરીને તે યુવક પાસે ગયા હતા. વૃદ્ધને આવતા જોઈને સ્કુટી ચાલક ભાગવા લાગ્યો હતો, ત્યારે જ વૃદ્ધે યુવકની સ્કુટીને પાછળથી પકડી લીધી હતી. તેને ખબર હોવા છતાં પણ  યુવકે સ્કુટી ઊભી રાખી નહોતી અને લગભગ એક કિલોમીટર સુધી વૃદ્ધને ઢસડીને લઈ ગયો હતો.

મહત્વનું છે કે, આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવક પોતાની સ્કુટીથી એક વૃદ્ધને ઢસડી રહ્યો છે. વૃદ્ધે સ્કુટીનું પાછળનું હેન્ડલ પકડી રાખ્યું છે. ઘણા લોકો વૃદ્ધને બચાવવા માટે સ્કુટીની પાછળ પાછળ જાય છે. આમ છતાં તે યુવક ઉભો રહેતો નથી. જ્યારે લોકોની સંખ્યા વધતી ગઈ, ત્યારે તે ડરીને રોકાયને રસ્તા પર જ ઊભો રહી ગયો હતો.

પીડિત વૃદ્ધે જણાવતા કહ્યું હતું કે ‘યુવકે મારા વાહનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જો તે ઊભો રહીને માફી માગી હોત, તો તેને માફ કરી દીધો હોત. પરંતુ તેણે ભાગવાની કોશીસ કરતાં, મેં સ્કુટીનો પાછળનો ભાગી પકડી રાખ્યો હતો. મને લાગ્યું કે ઊભો રહી જશે, પરંતુ તે કિલોમીટર સુધી  મને ઢસડતો રહ્યો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *