ઠંડીએ લીધો ફૂલ જેવી દીકરીનો જીવ, શરુ ક્લાસે જ હ્રદયમાં લોહી જામી જતા આંબી ગયું મોત- માતાએ કહ્યું ‘મે મારી દીકરી ખોઇ…’

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ની જસાણી સ્કૂલ(Jasani School)માં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેક(Heart attack) આવવાને કારણે મૃત્યુ થયું તેનાથી તમામ વાલીઓ ચિંતામાં…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ની જસાણી સ્કૂલ(Jasani School)માં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેક(Heart attack) આવવાને કારણે મૃત્યુ થયું તેનાથી તમામ વાલીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. ગુજરાતના તમામ વાલીઓ માટે આ કિસ્સો ચિંતાનું કારણ બન્યો છે.

મહત્વનું છે કે, રાજકોટમાં જસાણી સ્કૂલની વિદ્યાર્થિનીના મૃત્યુનો મામલો વિદ્યાર્થિની રીયાના માતા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે ગંભીર આક્ષેપ સાથે કરી વિનંતી કરતા કહ્યું છે કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ અન્ય સાથે ન થાય અને શિયાળામાં શાળાનો ટાઇમ બદલવો જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, શાળાનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, શિયાળામાં શાળાનો ટાઇમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખવામાં આવે.

રીયાના માતાએ જણાવતા કહ્યું કે, કડડતી ઠંડીમાં છોકરાઓને શાળાએ આવવું પડે તે યોગ્ય ન કહી શકાય અને બની શકે તો શાળાનો સમય મોડો રાખવામાં આવે અને સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે મજબૂર કરો તે યોગ્ય ના કહી શકાય અને શાળાના સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા નથી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, શાળામાં છોકરાઓ જાડા સ્વેટર પહેરે તો ઠંડી ને ખમી શકે. મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ નાંખી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, રીયા એકદમ તંદુરસ્ત હતી, કોઇ પણ બીમારી ન હતી અને ઠંડીને કારણે બ્લડ જામી ગયું તેમાં તેનું હદય બંધ થઇ ગયું હતું. તેમણે જણાવ્યું કે, બ્લડ જામી ગયું તેમાં 10 મિનિટમાં મારી દીકરી આ દુનિયામાંથી જતી રહી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાની અસર રાજસ્થાન અને ગુજરાતમાં થઈ રહી છે. ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ત્યારે રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડીના કારણ અમુક વિસ્તારોમાં બરફના થર જામી ગયા છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીને કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. સુસવાટા મારતા પવનથી લોકો પોતાના ઘરમાંને ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબુર બની ગયાછે. ત્યારે આવામાં ઠંડીથી એક બાળકીનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *