આંદોલન કરવા ભેગું થવું છે? કહીને પોલીસે છ બેરોજગાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમમાંથી પકડીને ફરિયાદ દાખલ કરી

દેશના દરેક કાયદાઓ ફક્ત સામાન્ય નાગરિકો માટે જ બને છે બાકી તો દેશના રાજકારણીઓ માટે આ કાયદાનું કોઈ મહત્વ નથી, આ વાતને ખુદ ભાજપ સરકારે જ સાબિત કરી બતાવી છે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજ્યના પ્રવાસે જે કરી રહ્યા હતા, એ આજે દુનિયા જોઈ રહી છે. એકતરફ કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે અને બીજી તરફ ભાજપના કાર્યકરો અને નેતાઓ દેશમાં કોરોના વધારવાનું કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

હાલ રાજ્યમાં બેરોજગાર સમિતિ રાજ્યના શિક્ષિત બેરોજગારો રોજગારી માટે સરકાર સામે ન્યાય માટે લડી રહી છે. કેટલાય યુવાનોની ફક્ત નિમણુક બાકી છે, તો કેટલાય યુવાનોની પરિક્ષા લેવાઈ ગઈ પરંતુ પરિણામ બાકી છે.

સરકાર દ્વારા કેટલીય પરીક્ષાઓ ની જાહેરાત કરવામાં આવી છે પણ પરીક્ષા લેવામાં નથી આવી રહી, હાલ પણ જેટલા યુવાનોને પરીક્ષા આપવાની છે. તેની સરકાર દ્વારા જાહેરાત છતાં પણ કોઈ તારીખ બહાર પાડવામાં નથી આવી રહી. આવા તો રાજ્યમાં લાખો યુવાનો છે કે જે બેજવાબદાર સરકારને સહન કરતા આવ્યા છે, પરંતુ હાલના સમયમાં આ દરેક શિક્ષિત યુવાનો એકઠા થયા છે અને સરકાર સામે આ દરેક સવાલોના જવાબ માંગી રહ્યા છે.

#બેરોજગાર_સમિતિના  અંદાજે છ જેટલા વિદ્યાર્થીઓ પર એપેડેમિક એકટ ની FIR 188, 269, 270 કલમો લગાવી  છે જયારે ગુજરાત ભરમાંથી ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓની ગાંધીનગર જવા પ્લાન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત થઇ હોવાનું શિક્ષિત બેરોજગાર સમિતિના કન્વીનર દિનેશ બાંભણીયાએ દાવો કર્યો છે.  તો બીજી તરફ સવાલો એ ખડા થાય છે કે રેલી, લોકાર્પણ, સંમેલન થાય છે ત્યા એપેડેમિક એકટ અને કોરોના ક્યા ખોવાઈ જાય છે, નિયમ ફક્ત બેરોજગાર વિધાર્થીઓ માટે છે? શું ગુજરાત પોલીસ બંધારણના શપથ લઈને કામ કરી રહી છે કે પછી ભાજપના કેસરિયા ખેસના શપથ લે છે?

હાલના સમયમાં આ બેરોજગાર સમિતિના વિદ્યાર્થીઓ એક હોસ્ટેલમાં રોકાયા હતા ત્યાંથી પકડીને તેમના પર તંત્ર દ્વારા એપેડેમિક એકટ ની FIR 188, 269, 270 કલમો લગાવવામાં આવી છે. એકતરફ ભાજપ નેતાઓ દ્વારા રસ્તા વચ્ચે મોટી મોટી સંખ્યાઓમાં રેલીઓ કાઢી અને રસ્તા વચ્ચે સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી ગરબા રમતા હતા ત્યારે તંત્ર દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને હાલમાં જયારે રાજ્યના શિક્ષિત યુવાનો પોતાના જ હક્ક માટે જયારે એકજુથ થઈને સરકાર સામે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા રાજ્યના શિક્ષિત બેરોજગારો સામે એપેડેમિક એકટની કલમો લગાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *