પાર્ટી સામે રોષ વ્યક્ત કરનાર હોદેદ્દારે થૂંકેલું ચાંટ્યુ- જુઓ કેવી રીતે નેતા પાસે હાથ જોડી માફી મંગાવી

બે દિવસ અગાઉ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ના ભાઈપુરા વોર્ડ માંથી અનુસુચિત જાતિ ના કોષાધ્યક્ષ કલાભાઈ વઢીયારી ભાજપમાં છેલ્લા 30 વર્ષ થી વિધ વિવિધ હોદ્દા પર…

બે દિવસ અગાઉ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ના ભાઈપુરા વોર્ડ માંથી અનુસુચિત જાતિ ના કોષાધ્યક્ષ કલાભાઈ વઢીયારી ભાજપમાં છેલ્લા 30 વર્ષ થી વિધ વિવિધ હોદ્દા પર રહીને સેવા આપી ચુક્યા હોવાનો દાવો કરીને એક વિડીયો વાઈરલ કર્યો હતો. જેમાં તેઓને અત્યારે ઘર ચલાવવામા ખુબ જ તકલીફ પડી રહી છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. તેઓ સ્વમાન ના ભોગે કોઇ જ પાસે કોઇપણ પ્રકાર ની મદદ માંગી શકતા નથી. પણ એમની ધીરજ નો અંત આવતા એમની હૈયા વરાળ આ વિડીયો મારફતે ભાજપ ના નેતાઓને સત્યથી વાકેફ કરવા પોતાની વ્યથા ઠાલવી હતી.

આ વિડીયો બાદ કોંગ્રેસ ના કાર્યકર્તાઓએ આ કાર્યકરને અનાજની કીટ આપતા અમદાવાદ ભાજપ દોડતું થયું હતું અને ડેમેજ કંટ્રોલ કરવા આ કાર્યકર પોતાની પાર્ટી નો છે જ નહી તેવું જાહેર કર્યું હતું. આ કાર્યકર સુધી પહોચીને અમદાવાદના ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે કલાભાઈ ને સરકારી અનાજ મળ્યું છે. તેના પુરાવા રૂપે તેનું રેશન કાર્ડ જાહેર કર્યું છે, અને આ કાર્યકર્તાએ બે હાથ જોડીને પોતાની ભૂલ થઇ ગઈ હોવાનું સ્વીકાર્યું છે.

જગદીશ પંચાલ કોંગ્રેસ સામે હુમલો કરતા જણાવે છે કે, ભાજપના કાર્યકર્તાને સહાય નથી મળતી એવા આક્ષેપો પાયાવિહોણા છે. ખુદ કાર્યકર્તાએ જ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. પરંતુ પોતાનું ઘર સાચવવામાં પણ નિષ્ફળ નીવડેલી કોંગ્રેસ આ મુદ્દે અપ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહી છે તે નિંદનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *