પેટની ગડબડથી પરેશાન છો? અજમાવો આ ઘરેલૂ નુસખાઓ, તરત દૂર થશે અપચો, એસિડિટી જેવી બીમારીઓ

આખી દુનિયા આ સમયે કોરોનાવાયરસ સામે લડી રહી છે. દુનિયાભરના દેશોમાં આ જંગ ના કારણે lockdown જાહેર કરવામાં આવ્યું છે. તમામ લોકો પોતાના ઘરમાં કેદ…

આખી દુનિયા આ સમયે કોરોનાવાયરસ સામે લડી રહી છે. દુનિયાભરના દેશોમાં આ જંગ ના કારણે lockdown જાહેર કરવામાં આવ્યું છે. તમામ લોકો પોતાના ઘરમાં કેદ છે. એવામાં ખાવા-પીવા અને તબિયત વચ્ચેનું સંતુલન ડગી ગયું છે.લોકોની જીવનશૈલી આ lockdown માં ખરાબ રીતે પ્રભાવિત થઇ રહી છે. એવામાં પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થી ઘણા લોકો હેરાન છે. અયોગ્ય ખાણીપીણી અને ઓછી શારીરિક હરકતના કારણે પેટમાં દુખાવો, અપચો તેમજ એસિડિટી જેવી સમસ્યાઓથી ઘણા લોકો ને તકલીફ છે.એવામાં આજકાલ લોકોના પેટમાં ગડબડ ચાલી રહી છે અને તમે ઉલટી ઉબકા, પેટનો દુખાવો કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓથી પરેશાન હશો. તેનાથી ઘરે બેઠા જ છૂટકો પામવા માટે કેટલાક નુસખાઓ અહીંયા જણાવી રહ્યા છીએ. જેનાથી તમે ઘરે બેઠા તમારી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો.

આ ઉપાય ચપટીમાં દૂર કરશે અપચો, એસિડિટી જેવી પેટની સમસ્યાઓ

1. લીંબુપાણી કરશે દૂર પેટનો ગેસ

લીંબુ પાણી તમારા શરીરમાં ગેસ્ટ્રીક એસિડ અને સંતુલન કરશે. તે આંતરડા માં ગેસ બનવાથી પણ રોકશે.પેટને લગતા અન્ય રોગોમાં પણ લીંબુ પાણી રામબાણ ઇલાજ માનવામાં આવે છે.જો તમે પણ આજકાલ પેટમાં ઉત્પન્ન થતા ગેસથી હેરાન છો તો ખાવાનું ખાધા ના પંદરથી વીસ મિનિટ પહેલા હૂંફાળા ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો. આ રીતથી તમે વજન પણ ઓછું કરી શકો છો.

2. લવિંગ કરશે કમાલ

પેટમાં થતાં ગેસની માંથી રાહત મેળવવા માટે લવિંગનો સહારો લો. લવિંગનો ઉપયોગ ઘણા ઘરેલુ નુસ્ખાઓ માં કરવામાં આવે છે. તે પેટની સમસ્યાઓ થી છુટકારો અપાવે છે. તેના માટે તમારે લવિંગના તેલના થોડા ટીપા પાણીમાં લઈને પીવાના છે.

3 એસીડીટીનો રામબાણ ઈલાજ છે આદુવાળી ચા

જી હા આદુ પેટ સંબંધી ઘણી સમસ્યાઓનો રામબાણ ઇલાજ બની શકે છે.આદુવાળી ચા પીવાથી પેટમાં થતી એસીડીટી અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

4. ફુદીનો આપશે એસિડિટીમાં આરામ

અપચો, ખાટા ઓડકાર, વારંવાર ગેસ થવો કે પેટમાં દુખાવામાં ફક્ત પાંચ મિનિટમાં સમાપ્ત કરવા માટે ફુદીનાનો ઉપયોગ કરો.ફુદીનો અપચાને કારણે પેટમાં થતો દુખાવો ગેસ અને એસીડીટીમાં મિનિટોમાં છુટકારો અપાવે છે. ફુદીનામાં મેન્થોલ હોય છે જે માંસપેશીઓનું સંચાલન સારી રીતે કરી અપચાને દૂર કરે છે અને રાહત આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *