ATMમાંથી રૂપિયા ઉપાડ્યા અને થઈ ગયો કોરોના- જાણો કોરોનાથી બચવાની સચોટ રીત

કોરોનાવાયરસ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને તેનાથી સંક્રમિત ના લોકોનો આંકડો પણ સતત વધતો રહ્યો છે. હાલની ઘટના ગુજરાતની છે, જ્યાં એટીએમના ઉપયોગ કરવાથી…

કોરોનાવાયરસ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને તેનાથી સંક્રમિત ના લોકોનો આંકડો પણ સતત વધતો રહ્યો છે. હાલની ઘટના ગુજરાતની છે, જ્યાં એટીએમના ઉપયોગ કરવાથી સેનાના ત્રણ જવાનોને કોરોના થઈ ગયો છે. એટીએમમાંથી પૈસા કરતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઇએ જેનાથી તમે કોના થી બચી શકો છો. આવો જાણીએ તેના વિશે.

ઘરેથી જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમારી સાથે સેનેટાઈઝર જરૂર રાખો.જો તમે કરશે સ્પર્શ કર્યો હોય તો તરત જ તેને સેનેટાઈઝર થી હાથ ને સાફ કરી લો.

Atm રૂમમાં જો કોઈ વ્યક્તિ પહેલેથી હાજર હોય તો તરત જ અંદર ન જાવ. જ્યાં સુધી એ વ્યક્તિ પૈસા કાઢીને બહાર ના આવી જાય ત્યાં સુધી તમે તમારા વારાની રાહ જુઓ.

તમે તમારી સાથે વિનુ ટીશ્યુ લઈને જાવ.એટીએમ લાઈનમાં ઉભા રહેતી વખતે પોતાના ચહેરો નાક અને મોઢાને અડવાથી થી બચો. લાઈનમાં એક મીટર સુધીનું અંતર રાખો.

Atm ચેમ્બરમાં કોઈ પણ વસ્તુને અડવાથી બચો. જો ભૂલથી પણ કોઈ સપાટીને સ્પર્શ કરી લો છો તો તરત જ ભીના ટિસ્યુ થી હાથ સાફ કરી લો.

atm લાઈનમાં ઊભા રહેવા દરમિયાન જો કોઈ તમારું ઓળખીતું વ્યક્તિ મળી જાય તો તેને હાથ મેળવવા ની જગ્યાએ દૂરથી જ નમસ્તે કરો.

જો તમને શરદી કે ખાંસી હોય તો બહાર બિલકુલ ના નીકળો. જો atm ઊભા રહેવા દરમિયાન અચાનક છીંક આવે છે તો પોતાના મોઢા ને હાથ કે ટિસ્યુ વડે ઢાંકી દો.

વપરાયેલા ટિસ્યુ અને માસ્કને એટીએમના ડસ્ટબીનમાં બિલકુલ ન ફેંકો. તેનાથી બીજાને સંક્રમણ ફેલાઈ શકે છે.

આ સમયે સંપૂર્ણ રીતે ડિજિટલ હોવાનું જ સાચો માર્ગ છે. તમામ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ઓનલાઇન જ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *