દાંતની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે, નહીંતર દાંતની બીમારી થવા લાગે છે. દાંતમાં સડો થઈ જાય છે, પેઢાના રોગ થાય છે. આજકાલ તો સૌથી કોમન છે પીળા તથા ખરાબ દાંતની સમસ્યા. જી હાં, પાન-મસાલાઓ તથા સિગરેટને લીધે ઘણાં લોકોના દાંત યુવાનીમાં જ ખરાબ થવા લાગે છે.
જેને સમય રહેતાં ધ્યાન ન આપવામાં આવે તો બ્લીચ કરાવવું પડતું હોય છે તેમજ એનાથી દાંત વધારે ખરાબ થાય છે. હાલમાં અમે આપને એવા આયુર્વેદિક ઉપાય વિશે જણાવી રહ્યા છે કે, જેની મદદથી તમારા પીળા દાંત સફેદ થઈ જશે. કેટલાક ઉપાયની અસર તરત જોવા મળી જશે.
પીળા દાંત સફેદ કરવાં માટેનો ઉપાય :
લીંબુની છાલમાં એક ચપટી સિંધાલૂણ મીઠું લગાવીને દાંતને ઘસો. એનાથી આપનાં દાંતની પીળાશ દૂર થઈ જશે. લીંબુમાં વિટામિન-C રહેલું હોય છે. જે આયુર્વેદ પ્રમાણે ગંદકીને સાફ કરે છે એટલે કે, આ દાંત માટે અદભુત મંજન સાબિત થાય છે. એનાથી પીળા દાંત સફેદ થઈ જાય છે.
અડધી ચમચી હળદર પાઉડરમાં થોડાં ટીપાં પાણી ભેળવીને થીક પેસ્ટ બનાવીને દાંત પર લગાવવાથી દાંત સાફ થઈ જાય છે. હળદર પણ પીળી હોય છે પરંતુ દાંતને સફેદ બનાવે છે.
આની સિવાય દરરોજ રાતે બ્રશ કરવાથી પણ ધીમે-ધીમે ખરાબ દાંત તથા પીળાશ દૂર થવા લાગે છે. જેને લીધે દરરોજ રાત્રે બ્રશ કરીને સૂવાનો નિયમ રાખવો જોઈએ. આનાથી દાંત ચોખ્ખા રહે છે તથા સડો થવાની સંભાવના રહેતી નથી.
જો તમારા દાંત બહુ વધુ પીળા પડી ગયા હોય તો એના માટે ચપટી લવિંગનો પાઉડર, ચપટી ખાવાનો સોડા, ચપટી મીઠું, ચપટી ફટકડીનો પાઉડર, ચપટી હળદર લઈને બધું બરાબર ભેળવીને તમારી આંગળી વડે દરરોજ આ મિશ્રણ દાંત પર ઘસો. આનાથી તમારા દાંત એકદમ ચોખ્ખા થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle