કોરોના વચ્ચે કચ્છમાં ઉગ્યો સોનાનો સુરજ- એવા કૃદરતી ચમત્કારો જોવા મળ્યા કે…

રણ સાંભળતા જ ઉડતી રેતી અને દૂર દૂર સુધી પાણીના ઝાંઝવા મનમાં દેખાવા લાગે છે. હજારો કિલોમીટરો સુધી કોઈ માનવ વસ્તી નહિ અને ના કોઈ વન્ય પ્રાણી દેખાય છે, પરંતુ વૈજ્ઞાનિકો અને સંશોધનકારો માટે એક સારા સમાચાર કચ્છથી આવી રહ્યા છે. કચ્છના નાના અને મોટા રણમાં હવે વૃક્ષો રણને હરિયાળું બનાવી રહ્યા છે. રાજ્યમાં ભૂકંપ બાદ ઉદ્યોગોનો વિકાસ તો થયો સાથે સાથે રણ પણ હરિયાળું બની રહ્યું છે.

કચ્છના નાના અને મોટા રણમાં ઘાસ ઉગવાનું શરુ થઇ ચૂક્યું છે. જેનાથી વન્ય પ્રાણીઓ માટે જંગલ અને પાણીની અછતની સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં આગામી વર્ષમાં પરિપૂર્ણ થઈને દૂર થઇ શકે છે. રણની અંદર પાણીની સમસ્યાઓ વધુ હોય છે. જો વૃક્ષો આવશે તો વરસાદ પણ કચ્છના વિસ્તારોમાં વધુ પડી શકે છે. જેનાથી રણ ઘટશે અને રહેવા લાયક જમીન પણ મળી શકે છે. ભૂતકાળમાં 1866થી 1886 વચ્ચે ખંભાત રણ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સમય જતા ભૂકંપ અને જમીનમાં થયેલા ફેરફારના લીધે આજે ભાલ પ્રદેશમાં ઘઉં દેશભરમાં વખણાય છે. કચ્છના રણપ્રદેશમાં અરબસ્તાનની બે ઘાસની પ્રજાતિ પણ સંશોધનકારોને જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *