સોશિયલ મીડીયા પર અવારનવાર જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. વર્ષ 2020ના અંત સુધીમાં કોરોના રસી બાદ, જો લોકો ઇન્ટરનેટ પર કંઈક શોધી રહ્યા હોય તો તે તેમાં સૌપ્રથમ નામ ‘બેવફા ચાય વાલા’ નું આવે છે.
સોશિયલ મીડીયા પર વાયરલ થવા પાછળનું સૌથી મોટું કારણ ચા નું ‘મેનૂ કાર્ડ’ છે કે, જેમાં પત્નીના સતાવેલા પતિઓને ચા મફતમાં આપવામાં આવી રહી છે. આની સિવાય મેનુમાં કેટલાંક વિકલ્પો રહેલાં છે જેમ કે પ્રેમમાં ચીટ ચા, પ્રેમી યુગલની વિશેષ ચા. ચાલો જાણીએ તેની કિંમતો વિશે…
પ્રેમમાં દગો મળ્યો હોય એવાં લોકો માટે સસ્તી ચા :
‘બેવફા ચાઇ વાલા’ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલીક ચર્ચામાં રહે છે. મેનુ કાર્ડ વિશે વાત કરવામાં આવે તો તેમાં 6 પ્રકારની ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આની માટે તમારે અલગ-અલગ રકમ ચૂકવવી પડશે. અહીંની સૌથી સસ્તી ચા પ્રેમમાં દગો ખાધેલાં લોકો માટે છે. તેની કિંમત ફક્ત 5 રૂપિયા રાખવામાં આવી છે.
મૂડનાં હિસાબથી મળે છે ચા :
આપણે એવું કહી શકીએ કે, ગ્રાહકના મૂડ પ્રમાણે કાલુ બેવફા ચા વાળાને ત્યાં ચા આપવામાં આવે છે. નવા લગ્ન થયા હોય અથવા તો દિલ તૂટેલું હોય, ત્યાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં ચા વેચવામાં આવે છે.
મનપસંદ પ્રેમ અપાવતી ચા :
બેવફા ચા વાળાના મેનૂ કાર્ડમાં ‘મનપસંદ પ્રેમ’ અપાવતી ચાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અહીંની સૌથી મોંઘી ચા છે. આવું વાંચ્યા બાદ, કેટલાક લોકોએ રમુજી રીતે જણાવ્યું હતું કે, આ કદાચ ટોટકાવાળી ચા છે. લોકો પોતાની સાથે જ તેમનો પ્રેમ મેળવી લે છે.
પત્ની પીડિત લોકો માટે ચા મફતમાં :
આ ટી સ્ટોલમાં બીજી એક ખાસ વાત એ છે કે, જે તેને પ્રખ્યાત બનાવી રહી છે. અહીં પત્નીપીડિત પતિને મફતમાં ચા આપવામાં આવે છે. આની માટે, તમારે અહીં તમારી પત્નીની સાથે આવીને તેમજ ચા પીતા-પીતા ડેમો આપવો પડશે કે, તમે પત્નીપીડિત છો, તો પછી તમારી પાસેથી પૈસા લેવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle