સુરતમાં પોલીસની દાદાગીરી: કરફ્યુમાં બહાર ફરતા લોકોને ચખાડ્યો મેથીપાક – જુઓ વિડીયો

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. તેવામાં ભારતમાં પણ દિવાળી પછીથી કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ કોરોના માહામારી (Corona Virus)એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારે રાત્રી કરફ્યૂ (Night Curfew) ની જાહેરાત કરી હતી. છેલ્લા એક મહિનાથી શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ જાહેર ક્જારવામાં આવ્યું છે. આ કરફ્યુનો ભંગ કરવા બદલ સુરત પોલીસે આકરી કાર્યવાહી કરી છે.

રાત્રી કર્ફ્યુના કારણે રત પોલીસે આકરી કાર્યવાહી કરી રહી છે. અને બહાર જોવા મળતા  લોકોને રોકી ડંડા વાળી કરી રહ્યા છે. સુરત પોલીસે (Surat Police)કરફ્યુ કાળમાં પણ બહાર નીકળતા લોકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) માં સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક સવારોને પોલીસ બરાબરની ઠમઠોરી રહી છે.

સુરતનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કોરોના મહામારી વચ્ચે કરફ્યુનું ઉલ્લંઘન કરી સેર સપાટા કરવા બાઈક પર નિકળેલા કેટલાક યુવાનો વિરૂદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે બાઈક પર જઈ રહેલા આ યુવાનોને અટકાવ્યા હતાં. તેમની પુછપરછ કરી હતી. જેમાં બહાર નિકળવાનું યોગ્ય કારણ ના જણાતા પોલીસે બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

આજરોજ સોશ્યલ મીડિયા ઉપર વાઈરલ થી થઈ રહેલ આ વિડીયોમાં એક મહિલા પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતના લિંબાયતનો વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *