હાલમાં મહિલા સુરક્ષા બાબતે સરકાર ખૂબ જ ગંભીર પણે કાર્યશીલ છે. પરંતુ મહિલાઓ ની થોડીક જ ચૂક ને કારણે અમુક અસામાજીક તત્વો મહિલાઓના અશ્લીલ વિડિયો બનાવી લેતા હોય છે. ત્યારે અમારા ધ્યાને એક ખૂબ જ ગંભીર વાત આવી છે અમારી ટીમ દ્વારા અમુક ચિંતાજનક પ્રોડક્ટ્સ સામે આવી છે. જેનાથી મહિલા સુરક્ષા સામે ખૂબ જ ખતરો વધી ગયો છે. અમુક લોકો છુપા કેમેરા થી મહિલાઓ કે યુવતીઓના વીડિયો રેકોર્ડ કરી લેતા હોય છે. પરંતુ બજારમાં આવે એવા કેમેરા આવી ગયા છે કે કોઈ સીધી નજર થી આ કેમેરાને જોઈ પણ ના શકે.
ક્યારેક કપડાના શોરૂમમાં ચેન્જિંગ રૂમ ના કાચની પાછળ કેમેરો લાગેલો હોય છે. તો મોલ કે દુકાનોની લેડીસ ટોયલેટ ની દીવાલો પર છૂપા કેમેરા લગાવેલા હોય છે અને કપડા બદલતા વિડીયો ઘણીવાર એમ એમ એસ ના રૂપમાં વાયરલ થઈ રહ્યા હોય છે. પરંતુ હવે શાતિર દિમાગ ધરાવતા લોકોએ અમુક એવા કેમેરાનો આવ્યો છે કે જે તમે સરળતાથી પકડી પણ ન શકો. આજે અમે અમુક એવા કેમેરાની તસવીરો અને માહિતી આપીશું જેનાથી ભવિષ્યમાં તમે પણ તમારો વિડીયો ઉતરવાના ભયથી બચી શકો અને કેમેરો ગોઠવવા વાળા ને પકડી શકો.
કપડા લટકાવવાના હુક માં આવેલો સ્પાઈ કેમેરો
આવા કેમેરામાં સામાન્ય રીતે કપડા લટકાવવા ના હુક નો ઉપયોગ થતો હોય છે આ કેમેરામાં મેમરી કાર્ડ સાથે સાથે ઓડિયો રેકોર્ડિંગ માટે મા એક પણ મૂકવામાં આવેલું હોય છે કપડા ચેન્જ કરતી વખતે આ હુક પર નજર નાખ્યા વગર જ આપણે કપડાં લટકાવી દેતા હોઈએ છીએ પરંતુ આ હુક ની ચકાસણી કરવી પણ જરૂરી છે
ઈલેક્ટ્રીક પ્લગ સ્પાઇ કેમેરો
અમે ઓનલાઇન શોપિંગ ની વેબસાઇટ માં ચેક કર્યો ત્યારે વધુ એક કેમેરો અમારી નજર સામે આવ્યો છે. તમે તસવીરમાં જોઈ શકો છો. ઈલેક્ટ્રીક સપ્લાય માટે ઉપયોગમાં લેવાતો પ્લગ પણ હવે કેમેરા ના રૂપમાં સરળતાથી બજારમાં મળી રહ્યો છે આ કેમેરો તો તમે પણ ન શકો તેવી રીતે બનાવવામાં આવતો હોય છે.
ડેટોલ બોટલમાં બનાવેલો કેમેરો
ઘણીવાર હોટલના બાથરૂમમાં અમુક અસામાજિક સંચાલકો દ્વારા ડેટોલની બોટલ કે શેમ્પુ ની બોટલમાં કેમેરો ગોઠવવામાં આવે છે જેને તમે સીધી રીતે પકડી પણ નહીં શકો.
એવું નથી કે કીમિયા ખોરો માત્ર આવા જ કેમેરાનો ઉપયોગ કરીને અશ્લીલ વિડિયો બનાવતા હોય છે. આ સિવાય પણ ઘણા કેમેરા બજારમાં મળે છે. જેનાથી વિડીયો બનતા થોડી પણ વાર લાગતી નથી. આ કેમેરા ના સંશોધન સ્ટિંગ ઓપરેશન કે સુરક્ષાના માટે થયા હતા. પરંતુ હવે આ કેમેરા નો દુર ઉપયોગ વધતો જઈ રહ્યો છે જે એક ગંભીર પ્રશ્ન છે.