પૈસાની લાલચમાં આવીને પાણીપૂરીવાળો બન્યો લુટારો, જાણો શું કરતો હતો ?

આ યુગમાં લોકોને વધુમાં વધુ રૂપિયા મેળવવા છે. અને રૂપિયાની લાલચમાં લોકો શું જારે છે તે તેઓને પણ ખબર રહેતી નથી. સામન્ય નાગરિકને પણ રૂપિયા…

આ યુગમાં લોકોને વધુમાં વધુ રૂપિયા મેળવવા છે. અને રૂપિયાની લાલચમાં લોકો શું જારે છે તે તેઓને પણ ખબર રહેતી નથી. સામન્ય નાગરિકને પણ રૂપિયા વાળું બનવું છે, પરંતુ લોકોને નીતિથી રૂપિયા નથી કમાવા, આવી જ એક ઘટના સામે આવી છે.

ઓછી મહેનતે પૈસા કમાવવાની લાલચ લોકોને આંધળા કરી દે છે. જેના કારણે કેટલાક લોકો ન કરવાના કામ કરી બેસે છે. પૈસાની લાલચમાં જ રાજકોટનો એક પાણીપુરીવાળો લૂંટારૂ બની ગયો.

રાજકોટમાં 7 મેના રોજ RC આંગડિયામાં કેટલાક ઇસમોને છરી બતાવીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટના બાદ પોલીસે લૂંટના ગુનાને અંજામ આપનારા ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આ ગુનાના ભેદ ઉકેલમાં રાજકોટ LCBને મોટી સફળતા મળી છે. લૂંટના ગુનાને અંજામ આપનાર મયુર, યુવરાજસિંહ અને મોહિત નામના ઇસમની પોલીસે ધરપકડ કરી હતી.

એક રીપોર્ટ અનુસાર, પોલીસના હાથે પકડાયેલા ત્રણ આરોપીમાંથી મોહિત નામનો આરોપી UPના કાનપુરનો રહેવાસી છે અને તે રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. યુવરાજસિંહ નામનો ઇસમ અગાઉ પણ ઘણા ગુનાઓઓમાં સંડોવાયેલો છે જ્યારે મયુર જુગાર રમવાનો શોખીન છે.

મયુરની બેઠક RC આંગડિયાની સામે જ હોવાના કારણે તેની નજર સતત આંગડિયા પેઢીમાં આવતા જતા લોકો પર રહેતી હતી. જેના કારણે એક દિવસે તેણે આંગડિયા પેઢીમાં લૂંટ કરવાનો વિચાર કર્યો હતો. આ લૂંટને અંજામ આપવા માટે મયુરે પૈસાની જરૂરીયાતવાળા પાણીપુરી વાળા મોહિત અને રીઢા ગુનેગાર યુવરાજની મદદ લીધી હતી.

આ ત્રણેય લોકોએ ભેગા થઈને લૂંટ કરવા બાબતે પ્લાનિંગ બનાવ્યું અને એક બાઈક અને બોલેરોમાં આવીને ચપ્પુની અણીએ તેમણે લૂંટને અંજામ આપ્યો હતો. જ્યારે આ ત્રણેય ઇસમો લૂંટના પૈસાનો ભાગ પાડવા માટે કંડોરણાના બોરીયામાં આવેલા મયુરના તબેલામાં ભેગા થયા હતા. ત્યારે પોલીસે બાતમીના આધારે આ જગ્યા પર વોચ ગોઠવીને ત્રણેય લૂંટારુંને ઝડપી પાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *