તમારા ફોન પર જો કોઈ ફેસબુક ફ્રેન્ડ નંબર લઈને વીડિયો કોલ કરે છે તો જરા સાવધાન રહેજો કારણ કે આ કોલ તમને કોઈ જાળમાં ફસાવવા માટે પણ હોઈ શકે છે. આજકાલ સાયબર ક્રિમિનલ્સના ઘણા ગ્રુપ એક્ટિવ થઈ ગયા છે. જે વિડીયો કોલ કરી બ્લેકમેલ કરે છે. જિલ્લાના કેપ્ટન અભિષેક દીક્ષિતે કે જેવો પ્રયાગરાજ ના કેપ્ટન છે તેમણે એક સલાહ સુચન જાહેર કરતાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
સાયબર સેલના પોલીસે જણાવ્યું કે અમને બે દિવસની અંદર ત્રણ શહેરમાંથી ફરિયાદો મળી છે. જેમાં વ્યક્તિને ચતુર છોકરીઓ વિડીયો કોલ કરી તેની સાથે અશ્લીલ વાતો કરે છે. ત્યારબાદ તેની અસલી વાતોને રેકોર્ડ કરીને સામે વાળાને બ્લેકમેલ કરવામાં આવે છે.
સાયબર સેલમાં ત્રણ ફરિયાદો નોંધાઇ
સાયબર શહેર પોલીસના રિપોર્ટ અનુસાર બે દિવસની અંદર ત્રણ એવા કેસ સામે આવ્યા છે જેમાં ફેસબુક પર મિત્રતા કરી નંબર આપી ચતુર છોકરીઓએ વિડીયો કોલ કરી અશ્લીલ વાતો કરવામાં આવી. ત્યારબાદ સ્ક્રીન રેકોર્ડર દ્વારા વિડીયોકોલને રેકોર્ડિંગ કરી બ્લેકમેલ કરવામાં આવ્યા. એકાઉન્ટમાં પૈસા નાખવા દબાણ કરવામાં આવ્યું.
પૈસા ન નાખ્યા તો વિડીયો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. આ લોકોએ હિંમત બતાવી સાયબર સેલ શાખા પર પહોંચી ફરિયાદ નોંધાવી. પોલીસે ત્રણેયના નામ ગુપ્ત રાખી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે એક પીડિત દારાગંજ, બીજો પીડિત સિવિલ લાઇન અને ત્રીજો ઘુમનગંજ વિસ્તારનો રહેવાસી છે. ઘૂમનગંજ વિસ્તારનો રહેવાસી નોકરી કરે છે જ્યારે અન્ય પીડિતો અભ્યાસ કરે છે.
આવી રીતે સમગ્ર કારસો રચવામાં આવે છે
સાયબર સેલના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સાયબર ક્રિમિનલ્સએ ઠગીનો નવો રસ્તો શોધ્યો છે. પહેલા તેઓ ફેસબુક દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. ફ્રેન્ડ બન્યા બાદ મેસેન્જરમાં રિક્વેસ્ટ કરે છે. ફ્રેન્ડ બન્યા બાદ પહેલા ચેટ શરૂ કરે છે. આ ચેટ કરનારીઓ ભેજાબાજ હોય છે.
ગમે તે રીતે વિશ્વાસમાં લઇને તેનો નંબર મેળવવાની કોશિશ કરે છે. નંબર મળતાની સાથે જ વીડિયો કોલ પર સામે વાળી છોકરી થોડી વાર વાત કરી પોતાના જાળમાં ફસાવી લે છે અને પછી તે નગ્ન થઇ જાય છે.
પછી અશ્લીલ વાતો કરવા લાગે છે. આ તમામ વસ્તુઓ સ્ક્રીન રેકોર્ડર દ્વારા રેકોર્ડ કરી લેવામાં આવે છે અને પછી વીડિયોની મદદથી તે વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews