મહારાષ્ટ્ર(Maharashtra): હાલ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી(Bhagat Singh Koshyari) કોરોના(Corona) સંક્રમિત થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, આજે બપોરે દિગ્ગજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) રાજ્યપાલને મળવાના હતા. આ ઉપરાંત, સરકારમાં 2/3 ધારાસભ્યોએ શિવસેનાના હોવાનો દાવો કરવો પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે, વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. શિવસેનાના દિગ્ગજ નેતા શિંદે સહિત 40 ધારાસભ્યોએ સરકાર સામે બળવો કર્યો છે. અહેવાલો અનુસાર, એકનાથ શિંદે સોમવારથી સંપર્કની બહાર હતા. મંગળવારે 40 જેટલા ધારાસભ્યોએ શિંદે સાથે સુરતમાં ધામા નાખ્યા હતા. પરંતુ, રાજકીય ગરમાવો વધી જતાં તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા.
ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર ચર્ચા કરતી વખતે એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું, “તમે તમારું જુઓ, અમે અમારૂ જોઈ લઈશુ.” એકનાથ શિંદેએ પણ ખુલ્લેઆમ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉત સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
એકનાથ શિંદેએ જણાવ્યું કે, “પક્ષે મને ધારાસભ્ય પદ પરથી કેમ હટાવ્યો?” મેં ન તો નવો પક્ષ બનાવ્યો કે રાજીનામું આપ્યું, તો પછી આ નિર્ણય કેમ લીધો? કોઈપણ રીતે, મને વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તો પછી આ નિર્ણયનો આધાર શું છે ? હું માત્ર પક્ષના ભલા માટે જ માંગ ઉઠાવી રહ્યો છું, મારા અંગત સ્વાર્થ માટે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.