હજુ પણ પાણી માટે વલખા મારે છે આ ગામના લોકો, 40 ડિગ્રી તાપમાનમાં પગપાળા જવા માટે મજબુર બન્યા બાળકો અને મહિલાઓ

રાજસ્થાન(Rajasthan): આકરી ગરમીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ધોલપુર(Dholpur) જિલ્લાની વાત કરીએ તો અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે, જેના કારણે ઘણા…

રાજસ્થાન(Rajasthan): આકરી ગરમીએ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ધોલપુર(Dholpur) જિલ્લાની વાત કરીએ તો અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે, જેના કારણે ઘણા ગામોમાં પાણીની કટોકટી સર્જાઈ છે. કેટલાય ગામના લોકોને 2-3 કિલોમીટર દૂર પાણી લેવા માટે પગપાળા જવુ પડે છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો છેલ્લા 50 વર્ષથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનોનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણી સમયે તેઓએ ધરણા કરીને મતદાનનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી હતી, ત્યારબાદ વહીવટી અધિકારીઓ અને આગેવાનોએ આ સમસ્યામાંથી મુક્તિ અપાવવાની ખાતરી પણ આપી હતી. પરંતુ ગ્રામજનો પાસેથી મત લીધા પરંતુ હજુ સુધી પાણી મળ્યું નથી.

ધોલપુર જિલ્લાના મુખ્ય મથકથી પાંચ કિલોમીટર દૂર આવેલા ભેંસના, ભૈસાખ, સમોલા, રાજઘાટ સહિતના કેટલાય ગામો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજઘાટ ગામના ગ્રામજનોને ચંબલ નદીમાંથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. ગ્રામજનો કહે છે કે ગામમાં ઘણા કુવાઓ છે, પરંતુ તેમાંથી ઘણા સુકાઈ ગયા છે અને કેટલાકનું પાણી ખારું છે.

બારમાસી ચંબલ નદીમાંથી ભરતપુર જિલ્લાને પાણી પૂરું પાડવામાં આવે છે અને તેને અન્ય ઘણા જિલ્લાઓમાં પહોંચાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ જિલ્લાના સેંકડો ગામો એવા છે કે ગ્રામજનોને ચંબલનું પાણી મળતું નથી. બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું છે. આમ છતાં લોકો પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *