શહીદ દિવસ: ફાંસીના ફંદે ચડતા પહેલા ભગતસિંહેએ લખ્યો હતો પત્ર – જે આજે બની ગયો ક્રાંતિનો બુલંદ અવાજ

શહીદ દિવસ 2022(Martyrs’ Day 2022): 23 માર્ચનો દિવસ ભારતના ઇતિહાસમાં હંમેશા અમર રહેશે. આ દિવસે 1931 માં ભગત સિંહ(Bhagat Singh), શિવરામ રાજગુરુ(Shivram Rajguru) અને સુખદેવ થાપરે(Sukhdev Thapar) દેશની આઝાદીનું સ્વપ્ન તેમના હૃદયમાં રાખીને હસતાં હસતાં ફાંસીના ફંદે ચડી ગયા હતા. ફાંસીના થોડા કલાકો પહેલા ભગતસિંહ તેમના સાથીઓને છેલ્લો પત્ર લખી રહ્યા હતા. તેના હૈયામાં ફાંસીના ભયનું એક ટીપું પણ નહોતું. જો હૈયામાં કઈ હતું, તો તે ફક્ત આપણા દેશની આઝાદી(Independence of the country) માટે બધું જ છલકાવી દેવાની ભાવના હતી. અંગ્રેજોએ ફાંસી આપ્યા પછી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ હંમેશ માટે અમર થઈ ગયા અને ભગતસિંહે લખેલો એ છેલ્લો પત્ર દેશવાસીઓ માટે ક્રાંતિનો બુલંદ અવાજ(loud voice of revolution) બની ગયો.

શું હતો ભગતસિંહનો છેલ્લો પત્ર:
ફાંસીના થોડા કલાકો પહેલા ભગતસિંહ તેમના સાથીઓને છેલ્લો પત્ર લખતા જણાવ્યું, દેખીતી રીતે મારી પાસે જીવવાની ઇચ્છા હોવી જોઈએ, હું તેને છુપાવવા પણ માંગતો નથી. આજે હું એક શરતે જીવી શકું છું. હવે હું કેદીની જેમ કે બંધિયાર જીવન જીવવા નથી માંગતો. મારું નામ હિન્દુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ગયું છે. ક્રાંતિકારી પક્ષના આદર્શો અને બલિદાનોએ મને ખૂબ જ ઊંચે લઇ ગયા છે. એટલી ઊંચાઈએ કે જીવિત રહેવાની સ્થિતિમાં હું આનાથી ઊંચો ન હોઈ શકું.

આજે મારી નબળાઈઓ જનતાની સામે નથી. જો હું ફાંસીમાંથી છટકી ગયો, તો તેઓ પ્રગટ થશે અને ક્રાંતિનું પ્રતીક ઝાંખું થઈ જશે, તે કદાચ ખોવાઈ જશે. પણ મને હસતા હસતા ફાંસીએ લટકાવવાની સ્થિતિમાં ભારતીય માતાઓ ઈચ્છશે કે તેમના બાળકો ભગતસિંહ બને અને દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે, ક્રાંતિને સામ્રાજ્યવાદ કે તમામ ખરાબ શક્તિઓ રોકી શકશે.

“હા, આજે પણ મારા મનમાં એક વિચાર આવે છે કે, હું દેશ અને માનવતા માટે જે કરવા માંગતો હતો તેનો 1000મો ભાગ પણ પૂરો ન થઈ શક્યો, જો હું આઝાદ હોત, જીવતો હોત તો કદાચ તેને પુરી કરવાની તક મળી હોત. આ સિવાય મારા મનમાં ક્યારેય ફાંસીથી બચવાનો કોઈ લોભ આવ્યો નથી. મારાથી વધુ ભાગ્યશાળી કોણ હશે? આજકાલ મને મારી જાત પર ખૂબ ગર્વ છે. હું હવે અંતિમ પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, ઈચ્છું છું કે તે જલ્દી આવે”: તમારા સાથી ભગતસિંહ

હસતા મોઢે ચડી ગયા ફાંસીના ફંદે
જે દિવસે ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપવાની હતી તે દિવસે ભગતસિંહનો ચહેરો હસતો હતો. ત્રણેય એકબીજાને ભેટી પડ્યા. તે દિવસે જેલના દરેક કેદીની આંખો ભીની થઈ ગઈ હતી. ફાંસી આપતા પહેલા ત્રણેયને સ્નાન કરીને તેનું વજન કરવામાં આવ્યું હતું. ફાંસીની સજાની જાહેરાત બાદ ભગતસિંહનું વજન વધી ગયું હતું. છેવટે, ત્રણેય હસ્યા અને હસતા મોઢે ફાંસીના ફંદે ચડી ગયા અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *