19 વર્ષીય દીકરીના કટકે-કટકા કરી ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી લાશ- સગી આંખે જોયેલ વ્યક્તિના શબ્દો કાળજું ચીરી નાખશે

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં 19 વર્ષીય યુવતીની કરપીણ હત્યા(Murder) કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, યુવતીને મારીને નેશનલ હાઈવે(National Highway) નજીક લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવામાં આવી હતી. પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીના મૃતદેહથી સ્થાનિક રહીશોમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં હત્યારાએ યુવતીનો એક હાથ પણ કાપી નાંખ્યો હતો.

આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીના માથાના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ નેશનલ હાઈવે 48 પર લેન્ડ ફિલ્ડ સાઇડમાં ફેંકી દેવામાં આવ્યો હતો. હાઈવે પર લાશ મળી આવવાને કારણે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં તૃષા સોલંકી પંચાલના સામલી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું છે. તે માણેજા ખાતે તેના મામાના ઘરે અભ્યાસ કરતી હતી.

યુવતીના મામાએ જણાવતા કહ્યું હતું કે, તૃષા અલકાપુરીની એક એકેડમીમાં કોચિંગ કલાસીસ માટે જઈ રહી હતી. તૃષા એક્ટીવા લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. સાંજના સમયે ઘરે પરત ફરી ન હતી. બાદમાં તેની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી.

જણાવી દઈએ કે, તૃષા પરિવારની એકની એક દીકરી હતી. દીકરીની હત્યાથી પરિવારમાં માતમ છવાય ગયો હતો. નવાઈની વાત તો એ છે કે, હત્યારાએ તૃષાનો એક હાથ ધડથી અલગ કરી દીધો હતો. તૃષાનું મોપેડ હાઇવે પર પાર્ક કરવામાં આવ્યું હતું અને જયારે તેની હત્યા ત્યાંથી થોડે દુર ઝાડીમાં કરવામાં આવી હતી. તૃષાના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હોય તેવા ગંભીર નિશાનો મળી આવ્યા હતા. મકરપુરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, રાતના 8 વાગ્યાની આજુબાજુ તેમની એક યુવતીની બુમાબુમ સંભળાઈ હતી. હાઈવે નજીક કોઈ પણ લાઈટ ન હતી, તેથી તેઓ થોડે દૂર સુધી ગયા હતા. ત્યારબાદ એક યુવતી ઝાટકા મારતી નીચે પડેલી જોવા મળી હતી. તેનો એક હાથ પણ કપાયેલો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *