સુરત(Surat): હજુ થોડા દિવસ પહેલા સુરતમાં કોરોના(Corona)ના નિયમોને ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. ત્યારે આ પ્રકારની ઘટના ફરી સામે આવતા હવે સુરતીઓનું પણ ટેન્શન વધી ગયું છે. સુરત શહેરના અઠવા ઝોનમાં કોરોના કેસોની સંખ્યા સૌથી વધુ છતાં ડી.જે.ના તાલે યુવાઓ મોટી સંખ્યામાં ઝૂમતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
આ ભીડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓ જોવા મળ્યા હતા. આ પ્રકારની બેદરકારી આગામી સમયમાં ભારે પડે તો નવાઈ નહી. જેમાં મોટા ભાગના લોકો માસ્ક અને સોસીયલ ડિસ્ટનસિંગ વગર જોવા મળ્યા હતા. યુવાઓએ ખુલ્લેઆમ જ કોવિડ ગાઈડ લાઇનના લીરેલીરા ઉડાડ્યા હતા.
ભરથાણા ખાતે આવેલ ભગવાન મહાવીર યુનિવર્સીટી(Bhagwan Mahavir University)નો આ વિડીયો(Viral video) સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે પોલીસ તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આ વાયરલ વિડીયો ખટોદરા પોલીસ સ્ટેશનની હદનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે સુરતમાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ હોવા છતાં પણ આ પ્રકારની ઘોર બેદરકારી યુવાઓ દાખવી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ણા કોઈ પણ પ્રકારનું સોસીયલ ડિસ્ટનસિંગ કે ના માસ્ક. જાણે કે કોરોના ગાયબ જ ન થઇ ગયો હોય. આ પ્રકારના કાર્યક્રમો આગામી સમયમાં ત્રીજી લહેરને નોતરી શકે તો નવાઈ નહિ. ત્યારે હવે પોલીસ પણ ઊંઘતી હોય તેવું આ પ્રકારના દ્રશ્યો જોઇને લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.