ગરીબોના મસીહા સોનુ સૂદ રાજકારણમાં કરશે પ્રવેશ, પાર્ટીમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

કોરોનાકાળમાં સેંકડો લોકોની મદદ કરીને લોકોનો રિયલ હીરો બની ગયેલ લોકપ્રિય અભિનેતા સોનુ સૂદ(Sonu Sood) હવે રાજકીય સફરમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. આગામી 10 દિવસમાં સોનુ સૂદ પોતાની પાર્ટીની જાહેરાત કરશે. સોનુ સૂદે પોતે રાજકારણ(Politics)માં આવવાની માહિતી આપી છે.

સોનુ સૂદ પીએમ મોદીની રેલીમાં નહીં જાય:
કેટલાય સમયથી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે સોનુ સૂદ 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલીમાં હાજરી આપશે. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ વાતોમાં કોઈ સત્ય નથી, તે માત્ર અફવાઓ છે. સોનુ સૂદ દ્વારા 4 જાન્યુઆરીએ જરૂરિયાતમંદ છોકરીઓ અને આશા વર્કરોને 1000 સાયકલનું વિતરણ પણ કરવામાં આવશે.

સોનુ સૂદ પોતાની રાજકીય સફર પંજાબથી શરૂ કરી શકે છે:
જણાવી દઈએ કે, ઘણા સમયથી એક્ટર સોનુ સૂદની રાજકીય સફર શરૂ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે સોનુ સૂદનું નિવેદન બહાર આવ્યા બાદ તે લગભગ નિશ્ચિત છે કે તે રાજકીય સફરમાં કૂદવા માટે તૈયાર છે. સોનુ સૂદની બહેન માલવિકા પહેલા જ પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે.

સૂદ ચન્નીને મળ્યા હતા:
ગયા મહિને પણ સોનુ સૂદે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને બહેન માલવિકાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તે દરમિયાન સોનુ સૂદે પંજાબના વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી.

તેમણે ગરીબોની મદદ કરવામાં પોતાનો જીવ લગાવી દીધો હતો:
કોરોના મહામારી દરમિયાન અસહાય અને ગરીબોની મદદ કરવા બદલ સોનુ સૂદના ખૂબ વખાણ થયા હતા. તેણે સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન લોકોને મદદ કરી. લોકડાઉનમાં, તેણે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવાનું સારું કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *