94 વર્ષની ઉંમરે આ ભારતીય વૃદ્ધાએ સર્જ્યો વિક્રમ, દોડમાં ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ દેશને નામ કર્યા

સામાન્ય રીતે વ્યક્તિ ૫૦ ને વટે છે એટલે પગ નબળા થવા લાગે છે, અને ૭૦-૭૫ માં તો ચાલવું પણ મુશ્કેલ થઇ જાય છે. ત્યારે ભારતની…

સામાન્ય રીતે વ્યક્તિ ૫૦ ને વટે છે એટલે પગ નબળા થવા લાગે છે, અને ૭૦-૭૫ માં તો ચાલવું પણ મુશ્કેલ થઇ જાય છે. ત્યારે ભારતની એક વૃદ્ધ મહિલાએ એવું કામ કરી બતાવ્યું છે કે, તેમની સામે તો આજના જુવાનીયો પણ ક્યાય પાછા પડે. ૯૪ વર્ષની ઉંમરે એક વૃદ્ધ મહિલાએ એથ્લેટ્સમાં ભાગ લઇ દેશને એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. આ સમાચાર સાંભળતા જ લોકોના હોશ ઊંડી ગયા હતા.

ભારતના 94 વર્ષીય ભગવાની દેવી (bhagwani devi) એ એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. ભવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Masters Athletics Championships) માં ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 94 વર્ષની વયે આ પરાક્રમ કરીને ભગવાની દેવી દરેક માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. તેણે સાબિત કર્યું કે ઉંમર માત્ર એક સંખ્યા છે. જો વ્યક્તિમાં કંઈપણ કરવાની ઈચ્છા શક્તિ હોય તો તે ચોક્કસપણે સફળ થાય છે. હરિયાણાની ભગવાનની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભગવાની દેવીએ ફિનલેન્ડના ટેમ્પેરમાં 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં માત્ર 24.74 સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રમતગમત મંત્રાલયે ભગવાની દેવીને તેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મંત્રાલયે તેમની તસવીર સાથે અભિનંદન સંદેશ પણ લખ્યો છે.

મંત્રાલયે ટ્વિટ કર્યું, “ભારતના 94 વર્ષીય ભાગવાની દેવીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે! તેણે ટેમ્પેરમાં #WorldMastersAthleticsChampionships માં 24.74sec ના સમય સાથે 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. સાથોસાથ ભગવાની દેવીએ શોટ પુટમાં પણ બ્રોન્ઝ જીત્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *