કોંગ્રેસ દ્વારા આજે આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલાઓ વિરુદ્ધની હિંસા, બેરોજગારી અને સંવિધાન પર થઇ રહેલા હુમલાઓ વિરુદ્ધ ભારત બચાવો રેલી કરી રહી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ ભારત બચાવો રેલી કરી હતી. જેમાં કોંગ્રેસના હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને ડૉ. મનમોહન સિંહ સહિત ઘણાં સીનિયર નેતાઓ સામેલ થયા હતા. આ રેલીમાં કોંગ્રેસી રાજ્ય સરકારના મુખ્યમંત્રીઓએ પણ ભાષણ આપ્યા હતા. રેલીમાં દેશની નબળતી થતી અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારી જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા.
આ દરમિયાન રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, હું રાહુલ સાવરકર નથી, મરી જઈશ પણ માફી નહીં માંગુ. આ દેશને સૌથી વધુ નુકસાન નરેન્દ્ર મોદીએ કર્યું છે, ભારત બચાઓ રેલી દરમ્યાન રાહુલ ગાંધી અદાણી એન્ડ કંપની પર નિશાનો લગાવવાનું ચુક્યા નહી અને અદાણી ને ૫૦ કોન્ટ્રાકટ આપી દીધા હોવાનો દાવો કર્યો. મોદી સરકારે ૧૫-૨૦ લોકોનું એક લાખ કરોડનું દેવું માફ કર્યું છે તેવો આરોપ પણ લગાવ્યો હતો.
કોંગ્રેસની મહામંત્રી પ્રિયંકા ગાંધીએ અહીં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભાજપ છે તો દેશમાં બેરોજગારી, મોંઘી ડુંગળી અને 4 કરોડ નોકરીઓનું નષ્ટ થવું શક્ય છે. પ્રિયંકા ગાંધી એ દેશ વહાલો હોય તો અવાજ ઉઠાવો તેવું નિવેદન કર્યું હતું. હાલમાં જ જેલમાંથી છુટેલા પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે કહ્યું, મોદી સરકારે તેમના કાર્યકાળના 6 મહિનામાં જ દેશની અર્થવ્યવસ્થા બરબાદ કરી દીધી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે આરએસએસને પણ આડે હાથે લઈને દેશને બરબાદ કરનાર ગણાવ્યું હતું. સોનિયા ગાંધીએ લોકોને ઘર બહાર નીકળો અને આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.