મોદી સરકારની આ યોજનાથી તમારી આવકમાં થશે ધરખમ વધારો- થોડા જ સમયમાં પૈસા થશે ડબલ

ભવિષ્યને સુરક્ષિત રાખવાની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે, પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું. ઘણાં લોકો ફિક્સ્ડ ડિપોજીટ દ્વારા અલગ-અલગ બેંકોમાં રોકાણ કરે છે, જ્યારે ઘણાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. હવે આ યોજનાઓમાં જોખમ વધુ છે અને પછી નફો ઓછો છે. તો એ તકલીફને દૂર કરવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ નવી યોજના વિશે ખરેખર જાણવા જેવું છે. સરકારની નવી યોજના ‘Bharat Bond ETF’નો બીજો હપ્તો 14 જુલાઈનાં રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. જેના લીધે સરકારનો રૂ.14,000 કરોડ એકઠાં કરવાનો પ્લાન છે.

આ દેશનો પ્રથમ ‘કોર્પોરેટ બોન્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ’ (ETF) છે. તેનું ઓછામાં ઓછું એકમ 1,000 રૂપિયાનું છે. આની માટેનું સબ્સ્ક્રિપ્શન 17 જુલાઈએ બંધ કરવામાં આવશે. આની પહેલાં ડિસેમ્બર 2019માં ભારત બોન્ડ ઇટીએફની સીરિઝની રજૂઆત કરવામાં આવી હતી. તેના દ્વારા 12,400 કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. ETFની માટે ખર્ચનું પ્રમાણ બીજા મ્યુચ્યુઅલ ફંડ્સ કરતા પણ ઓછું જોવાં મળે છે. આ યોજનામાં ઓછો ટેક્સ તેને વધુ આકર્ષિત બનાવે છે.

ભારત બોન્ડ ETFની ખાસિયતો

તે કોઈપણ CPSE,CPSU, CPFI અથવા તો કોઈપણ સરકારી બોન્ડમાં પણ રોકાણ કરશે.

એક્સચેંજ પર બોન્ડમાં ટ્રેડિંગ પણ થઈ શકે છે.

તેમાં ઓછામાં ઓછા એકમનું માપદંડ 1,000 રૂપિયાનું જોવાં મળે છે.

પારદર્શક પોર્ટફોલિયો (વેબસાઇટ પર દૈનિક વિગતો)

દરેક ETFની મેચ્યોરિટી તારીખ હશે.

બંને નવી સીરિઝને એપ્રિલ 2025 અને એપ્રિલ 2031માં મેચ્યોર કરવામાં આવશે.

ભારત ઇટીએફ બોન્ડ વિશે માહિતી:-

ભારત બોન્ડ ETF એક સાજી ઈન્કમ પ્રોડક્ટ છે. અહીંયાં એક રોકાણકાર સંપૂર્ણ આત્મવિશ્વાસની સાથે તેના પૈસાને રાખી શકે છે. તેના રિટર્નનો અંદાજ લગાવવો પણ સરળ જ છે. તેમાંથી થનારી આવક ટેક્સ ફ્રી તો નહીં હોય, પણ તેને ઈન્ડેક્શનનો લાભ જરૂરથી મળશે.

ભારત બોન્ડ ETFની બીજી સીરિઝ 14 જુલાઈનાં રોજ શરૂ થવાની છે. તે કુલ 14 હજાર કરોડ રૂપિયાની છે. 17 જુલાઇના રોજ તે બંધ કરવામાં આવશે. તેનું સંચાલન એડવાઈઝલ એસેટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે.

બીજા શબ્દોમાં આપને કહીએ તો, રિટર્નમાં મોંઘવારીને પણ સમાયોજિત કરવામાં આવશે. છૂટક રોકાણકારો નવા ફંડમાં રૂપિયા 1,000થી પણ રોકાણ કરીને શરૂઆત કરી શકે છે. જે રોકાણકારો પાસે ડીમેટ નથી, તે ફંડ્સ ઓફ ફંડ્સ યોજના દ્વારા આમાં રોકાણ કરી શકે છે.

ધારો, કે જો તમે 1,00,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને એના પર 7.58 % વળતર મળશે. એટલે, કે 10 વર્ષમાં તમારા પૈસા વધીને 2,07,642 રૂપિયા થઈ જશે. તો, આ પછી તમારે ટેક્સ તરીકે ફક્ત 7,836 રૂપિયા જ ચૂકવવા પડશે. આ યોજનામાં તમને 1,99,806 રૂપિયા મળશે. તેથી જ નિષ્ણાંતો કહે છે, કે ભારત બોન્ડ ઇટીએફ લાંબાગાળે ટેક્સની દ્રષ્ટિએ વધુ ફાયદાકારક નીવડે છે. કન્ઝર્વેટિવ ડેટ ફંડ રોકાણકારો માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *