કોરોનાની જે દવાને ભારતે આપી મંજુરી, તેનાથી મળી મોટી સફળતા- જાણો વિગતે

કોરોનાવાયરસના ઇલાજમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી Gilead Sciences ની એન્ટીવાયરલ દવા નો વાંદરાઓ પર સારો પ્રભાવ જોવા મળી રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર આ…

કોરોનાવાયરસના ઇલાજમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી Gilead Sciences ની એન્ટીવાયરલ દવા નો વાંદરાઓ પર સારો પ્રભાવ જોવા મળી રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર આ દવા કોરોનાવાયરસથી સંક્રમિત વાંદરાઓના ફેફસાની બીમારીને રોકે છે. આ અભ્યાસ મંગળવારે એક જર્નલમાં પ્રકાશિત થયો.

પ્રામાણિક મેગેઝિનમાં તપાવવાથી પહેલા આ સ્ટડીના નિષ્કર્ષો પર પહેલી વખત એપ્રિલ મહિનામાં યુએસ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ એક જૂનના રોજ વાંદરા ઉપર પ્રયોગ કરવાની મંજૂરી આપી દીધી હતી. ગંભીર રીતે બીમાર હોવાથી દર્દીઓ ને હવે ડોક્ટર તરફથી આ દવા આપવામાં આવી રહી છે.

અભ્યાસ અનુસાર જે વાંદરાઓને દવા આપવામાં આવી હતી તેમાં શ્વસન રોગના કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યા અને આ દવા એ તેમના ફેફસાઓને થયેલા નુકસાનને પણ ઓછું કર્યું છે.

લેખકોએ સલાહ આપી કે કોરોનાવાયરસના દર્દીઓને નિમોનિયા રોકવા માટે આ દવાને ઝડપથી આપવા પર વિચાર કરવો જોઈએ. આ પહેલી એવી દવા છે જે માનવ પરીક્ષણમાં સંપૂર્ણ રીતે અસરકારક રહી છે. આ દવા ઉપર કરવામાં આવેલ અન્ય તપાસ પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *