BIG BREAKING: ભારતરત્ન લતા મંગેશકરજી ICU માં દાખલ

દેશની કોયલ તરીકે ઓળખાતા લતા મંગેશકર(Lata Mangeshkar) જીને નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલાઇઝ્ડ(Hospitalized) કરવામાં આવ્યા છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ ખસેડવાની ફરજ…

દેશની કોયલ તરીકે ઓળખાતા લતા મંગેશકર(Lata Mangeshkar) જીને નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલાઇઝ્ડ(Hospitalized) કરવામાં આવ્યા છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. જો કે અત્યારે તેઓ ICU માં રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લતા મંગેશકરજીને કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona’s report is positive) આવ્યા બાદ ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach Candy Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે હવે તેઓની તબિયત સારી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તેઓની ભત્રીજી રચનાએ માહિતી આપી હતી કે હવે તેઓની તબિયત હાલ સારી છે અને તેઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે અને તેઓ માટે પ્રાર્થના કરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવી હતી. આખો દેશ આ સમયે એ જ પ્રાર્થના કરતો હશે અને આશા રાખીએ કે લતા મંગેશકરજી જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવે.

દેશમાં કોરોના મહામારીનો ફેલાવો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા જારી કરી રહી છે. લગ્નથી લઈને અંતિમ સંસ્કાર સુધી લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સંસદ સંબંધિત માહિતી સામે આવી છે કે, અહીં 400 કર્મચારીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે, જેના કારણે બજેટ સત્રના સંચાલનને લઈને મુશ્કેલીઓ વધી છે. તે જ સમયે, નવી દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસના 19166 નવા કેસ નોંધાયા છે. સંક્રમણનો દર હવે 25 ટકા પર પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર, ટેસ્ટ કરાવનાર દરેક ચોથો વ્યક્તિ સંક્રમિત જોવા મળે છે. મુંબઈની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડના 13648 કેસ નોંધાયા છે અને 5 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *